મુખ્યમંત્રી બાળ સેવા યોજના | Mukhyamantri Bal Seva Yojana 2021

નમસ્કાર મિત્રો આજના આ લેખમાં આપણે જોઇશું કે મુખ્યમંત્રી બાળ સેવા યોજના (Mukhyamantri Bal Seva Yojana) શું છે? તેમાં કેટલી સહાય મળે છે? કેવી રીતે મળે છે? અરજી કેવી રીતે કરી શકાય? કયા વિભાગ માં અરજી કરવી? આ યોજના કેટલા સમય સુધી અને કોને મળવા પાત્ર છે વગેરે વિષય ઉપર ચર્ચા કરીશું.

Mukhyamantri Bal Seva Yojana Gujarat 2021

કોરોના મહામારીમાં અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે માસિક સહાયની જાહેરાત કર્યા બાદ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતમાં આવા બાળકો માટે સહાયની જાહેરાત કરી. યોજનાની જાહેરાત કર્યા ના 25 દિવસ બાદ શુક્રવારે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંગે (GR) ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની જેમજ રાજ્ય સરકાર પણ આવા બાળકો પ્રત્યે સંવેદના દાખવી યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના 30 મેથી લાગુ કરવામાં આવશે એમ શ્રી વિજય રૂપાણી દ્વારા જણાવ્યું છે.

વધારે વાંચો : વેક્સિન સર્ટિફિકેટ માં ભૂલ કેવી રીતે સુધારવી

મુખ્યમંત્રી બાળ સેવા યોજના – રાજ્ય સરકારની સહાય

  1. મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની જાહેરાત કરતા સીએમ રૂપાણી સાહેબે જણાવ્યું કે આ યોજના હેઠળ કોરોના મહામારીમાં માતા-પિતા બંને ગુમાવી ચૂકેલા અને અનાથ થયેલ બાળકોને રાજ્ય સરકાર માસિક ભથ્થા સ્વરૂપે દર મહિને 4000 રૂપિયા તેમજ 18 થી 24 વર્ષ સુધી રૂ.6000 ની સહાય આપવામાં આવશે.
  2. વિદેશ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાલંબન યોજના (MYSY) અંતર્ગત 50 ટકા ફી સહાય આપવામાં આવશે. વિદેશ અભ્યાસ માટે અગ્રતા આપવામાં આવશે, આવકમર્યાદા રાખવામાં આવશે નહિ.
  3. આવા 14 વર્ષથી ઉપરના બાળકો માટે વોકેશનલ તાલીમ અને 18 વર્ષથી ઉપરના બાળકો માટે સ્કીલ ડેવલોપમેન્ટની તાલીમ આપવામાં આવશે.
  4. આવા બાળકોને મુખ્યમંત્રી અમૃતમ યોજના તેમજ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત મફત રાશન આપવામાં આવશે.
  5. નિરાધાર થયેલ કન્યાઓ માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળામાં પ્રવેશમાં અગ્રતા તેમજ છાત્રાલયનો ખર્ચ સરકાર આપશે. રાજ્ય સરકારની “કુંવરબાઈનું મામેરું” યોજનામાં આવી કન્યાઓને અગ્રતા આપવામાં આવશે.

વધારે વાંચો : મા વાત્સલ્ય કાર્ડ અંગે નવી અપડેટ

મુખ્યમંત્રી બાળ સેવા યોજના – કેન્દ્ર સરકારની સહાય 

  1. આવા બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી પાંચ લાખનો મફત આરોગ્ય વીમો પણ મળશે. આ સાથે બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન મેળવવા માટે મદદ કરવામાં આવશે અને પીએમ કેયર્સ ફંડ દ્વારા વ્યાજ વહન કરવામાં આવશે.
  2. કોરોનાને કારણે અનાથ થયેલા બાળકો ને કેન્દ્ર સરકારે જાહેર કરેલી સહાય મૂજબ આવા બાળકો 18 વર્ષના થશે ત્યારે માસિક ભથ્થું આપવામાં આવશે અને જ્યારે તેઓ 23 વર્ષના થશે ત્યારે પીએમ કેયર્સ ફંડ (PM CARES) માંથી 10 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમના માટે મફત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે.

Mukhyamantri Bal Seva Yojana Gujarat Registration

તમે સમાજ સુરક્ષા ખાતા માં જઈને ઓફલાઈન તેનું ફોર્મ મેળવી અરજી કરી શકો છો.આ યોજના 30 મેથી લાગુ કરવામાં આવી છે.

Mukhyamantri Bal Seva Yojana Gujarat Online Apply

મુખ્યમંત્રી બાળ સહાય યોજના ની ઓનલાઇન અરજી હાલ માટે કોઈ વેબસાઈટ શરુ કવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં જ ઓનલાઈન અરજી માટે વેબસાઈટ લોન્ચ કરવામાં આવશે જેની અપડેટ તમને અહીં મળી જશે.

વધારે વાંચો : IDSP S form ઓનલાઇન એન્ટ્રી કેવી રીતે કરવી

Mukhyamantri Bal Seva Yojana Documents List

  • બાળકના જન્મનો દાખલો / શાળા છોડયાનો પ્રમાણપત્ર.
  • બાળકના પિતાના મરણ નું પ્રમાણપત્ર
  • બાળકના માતા ના મરણ નું પ્રમાણપત્ર
  • બાળકના આધાર કાર્ડની નકલ
  • બાળક અથવા અરજદાર ના બેંક ખાતાની પાસબુકની પ્રથમ પાનાંની નકલ અથવા ચેકબુકનું રદ કરેલું પાનું.
  • અરજદાર ના પાલક વાલીના આધાર કાર્ડની નકલ.
  • બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તે અંગેનું શાળા આંગણવાડી નું પ્રમાણપત્ર.

મુખ્યમંત્રી સેવા યોજના અંગે મૂંઝવણ

કોરોના વાયરસ ના કારણે જે બાળકોના વાલી મૃત્યુ પામ્યા છે તેમના માટે ડૉ સર્ટિફિકેટની જરૂર રહેશે કે કેમ અથવા તો કોઈ પણ કારણોસર બાળકના માતા અને પિતા મૃત્યુ પામ્યા છે તે નિરાધાર અનાથ બાળકોને આ યોજનાનો લાભ મળવા યોગ્ય છે કે કેમ તેના વિશે ના ઘણા જ બધા સવાલો છે. આ યોજના વિશે સંપૂર્ણપણે સ્પષ્ટતા કરવામાં આવી નથી જોઈએ છીએ કે આ યોજના માટે આવનાર સમયમાં કયા કયા બદલાવો કરવામાં આવશે.

[wptb id=1117]

Mukhyamantri Bal Seva Yojana PDF Form

આ યોજનાનો લાભ લેવા માટે તમારા નજીક ના સમાજ સુરક્ષા ખાતાની મુલાકાત લેવાની રહેશે હાલમાં આ યોજનામાં  માત્ર Offline ફોર્મ ભરીને અરજી કરી શકો છો, આવનાર સમયમાં તેની વેબસાઇટ લૉન્ચ થશે ત્તયારે તેમાં ઓનલાઈન અરજી પણ કરી શકો છો.

મુખ્યમંત્રી બાળ સેવા યોજના હાલમાં નવી શરૂ કરવામાં આવી છે બની શકે હજી તેમાં ઘણા સુધારા થાય આવનાર સમયમાં જે પણ સુધારા થાય તેના અપડેટ સાથે ફરી મળશું, એ સિવાય આ યોજના વિશે તમારા જે પણ સવાલ હોય તે તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો

આશા છે મિત્રો આ લેખ તમને પસંદ આવ્યો હશે, આ લેખથી તમે કંઈક જાણ્યું છે અને તમને ઉપયોગી થયો છે તો તમારા મિત્રો જોડે આ લેખને જરૂર શેર કરો. સાથે જ આરોગ્ય વિશે સૌથી પહેલા માહિતી મેળવવા અમને Facebook / ટેલિગ્રામ અને Whatsapp  ગ્રુપમાં ફોલો કરી શકો છો ફરી મળીશું આવાજ ઉપયોગી લેખ સાથે.

Sharing

4 thoughts on “મુખ્યમંત્રી બાળ સેવા યોજના | Mukhyamantri Bal Seva Yojana 2021”

  1. મુખ્યમંત્રી બાલ સેવા યોજના માં એક વાલી ની યોજના માં વાલી નું મરણ ક્યારે થયેલું હોવું જોઈએ

    Reply
  2. મુખ્યમંત્રી બાલ સેવા યોજના માં વાલીનું મરણ ક્યાં સમયગાળા દરમ્યાન થયેલું હોવું જોઈએ વાલી ના મરણ ની છેલ્લી તારીખ કઈ ગણવાની

    Reply
  3. બાળ સેવા કેન્દ્ર ,નર્મદાભવન , વડોદરા , મુખ્યમંત્રી બાળ સેવા ના ફોર્મ સ્વીકારવા ની ના પાડી . શું આ સ્કીમ બંધ થયેલ છે?

    Reply
  4. શું મુખ્યમંત્રી બાળ સેવા સ્કીમ બંધ કરવા માં આવી છે ?

    Reply

Leave a Comment