મા વાત્સલ્ય કાર્ડ અંગે નવી અપડેટ | Vatsalya Card

મા વાત્સલ્ય કાર્ડ હવે સરકારી હોસ્પિટલોમાં બનાવી આપવામાં આવે છે એવું રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ ના માધ્યમથી જાહેરાત કરવામાં આવી છે પરંતુ જાહેરાત પ્રમાણે શું ખરેખર આ યોજના સંપૂર્ણપણે તમામ રાજ્યમાં કાર્યાન્વિત અને અમલીકરણ થઈ છે કે કેમ તે આપણે જાણીએ અને શું ફેરફાર કરવામાં આવ્યો છે મા વાત્સલ્ય યોજનામાં તે પણ જોઈએ.

ભારત સરકારની જોગવાઈઓ રાજ્ય સરકારશ્રી દ્વારા “ આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ” , મા ” યોજના અને “ મા વાત્સલ્ય ” યોજના અંતર્ગત નિયત માપદંડો ધરાવતા પરિવારોને કુટુંબદીઠ વાર્ષિક રૂ . ૫ ( પાંચ ) લાખ સુધીનું આરોગ્ય કવચ વિનામૂલ્ય પૂરું પાડવામાં આવે છે .

વધારે વાંચો : આરોગ્ય કર્મચારી ની ફરજો

મા વાત્સલ્ય કાર્ડ અંગેના સુધારા

મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા લાભાર્થીઓ યોજના અંતર્ગત જોડાયેલી , માન્યતા મેળવેલી કોઇપણ સરકારી / ટ્રસ્ટ સંચાલિત / ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે છે .

એ મુજબ સમગ્ર રાજ્યમાં “મા – અમૃતમ્” અને “ મા – અમૃતમ્ વાત્સલ્ય ” યોજનાના લાભાર્થીઓને અગાઉ આખા પરિવારદીઠ એક કાર્ડ આપવામાં આવતું હતું . તેના બદલે હવે દરેક લાભાર્થીને વ્યક્તિગત ઓળખકાર્ડ આપવામાં આવશે . દા.ત. એક પરિવારમાં ૫ ( પાંચ ) વ્યક્તિ હોય તો આ પહેલાં ૫ ( પાંચ ) વ્યક્તિ વચ્ચે એક જ કાર્ડ હતું . હવે પરિવારના પાંચ જણને અલગ – અલગ વ્યક્તિગત કાર્ડ આપવામાં આવશે જેથી તેના ઉપયોગમાં સરળતા રહેશે .

હાલમાં રાજ્યની સરકારી હોસ્પિટલ , CHC , PHC માં નવા કાર્ડ કાઢવાનું શરૂ કરી દેવામાં આવેલ છે , તેથી બધા લાભાર્થી નવા કાર્ડ આ હોસ્પિટલોમાંથી કઢાવી શકશે . જ્યાં સુધી નવું કાર્ડ કાઢવામાં ના આવે ત્યાં સુધી જૂના કાર્ડ પરનો લાભ પહેલાંની જેમ જ ચાલુ રહેશે ,

જેથી કોઇની સારવાર અટકશે નહીં . હું આશા રાખું છું કે “ મા ” યોજનાના દરેક લાભાર્થી આ માર્ગદર્શન પ્રમાણે કાર્યવાહી કરશે અને દરેક લાભાર્થી નવું કાર્ડ તાત્કાલિક મેળવી લેશે , જેથી જરૂરિયાત પ્રમાણે રૂ .૫ ( પાંચ ) લાખ સુધીની સારવાર વિનામૂલ્ય મેળવી શકે . શ્રી નીતિનભાઈ પટેલ , નાયબ મુખ્યમંત્રી.

ગવર્મેન્ટ શ્રી તરફથી જાહેરાત કરવામાં આવી છે પરંતુ હજી જાહેરાત પ્રમાણે તમામ હોસ્પિટલોમાં આ સેવા શરૂ થયેલ નથી અને જે પ્રમાણે જાહેરાત થઇ છે તે પ્રમાણે હજી કાર્ય પણ શરૂ થયું નથી માટે હજી એ કહેવું મુશ્કેલ છે કેટલા સમય સુધીમાં અહીં શ્રી નીતિન પટેલ સાહેબ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેનું નીચલા લેવલે અમલ કરવામાં આવશે પરંતુ આપણે આશા રાખીએ કે આવનાર સમયમાં તમામ લોકોને લાભ મળે અને આ યોજના સારી રીતે કાર્ય થાય.

આશા છે મિત્રો આ લેખ તમને પસંદ આવ્યો હશે, આ લેખથી તમે કંઈક જાણ્યું છે અને તમને ઉપયોગી થયો છે તો તમારા મિત્રો જોડે આ લેખને જરૂર શેર કરો. સાથે જ આરોગ્ય વિશે સૌથી પહેલા માહિતી મેળવવા અમને Facebook / ટેલિગ્રામ અને Whatsapp  ગ્રુપમાં ફોલો કરી શકો છો ફરી મળીશું આવાજ ઉપયોગી લેખ સાથે.

 

Sharing

Leave a Comment