કોરોના વેક્સિન સર્ટિફિકેટ માં ભૂલ કેવી રીતે સુધારવી | Correction in Vaccine Certificate | 8 Step

નમસ્કાર મિત્રો આજે ફરીથી એક નવા લેખ સાથે અમે હાજર થયા છીએ, આ લેખમાં કોરોના વેક્સિન સર્ટિફિકેટ માં સુધારો કેવી રીતે કરી શકાય  (Correction in Vaccine Certificate) તેની વિશે વાત કરીશું, કોરોના  ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે, તેમ છતાં પણ બીજા રાઉન્ડ પરથી શીખ લઈને આપણે તકેદારી છોડવી જોઈએ નહીં, આ જ કારણોસર અત્યારે પુરા ભારતમાં કોરોના રસીકરણ ઝુંબેશ ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. જો તમે પણ હજી સુધી રસીકરણ નથી કરાવ્યું તો કોઈપણ અફવાઓથી દોરાયા વગર ચોક્કસથી રસીકરણ કરાવી લેવું ખાસ હિતાવહ છે.

આપને એ પણ ખ્યાલ હશે કે કોરોના રસીકરણ માટે ઓનલાઇન નોંધણી કરાવી પણ ખૂબ જરૂરી છે.  ઓનલાઇન નોંધણી અને રસીકરણ બાદ  સર્ટીફીકેટ મળે છે. આવા કિસ્સામાં જો કોઇ કારણોસર ઓનલાઇન નોંધણી દરમિયાન જન્મ તારીખ, નામ અને જાતિ માં ભૂલ રહી ગઈ હોય તો કેવી રીતે સુધારી શકાય તેના વિષે આ લેખમાં જાણીશું.

How To Correction in vaccine certificate

Correction in Vaccine Certificate કેવી રીતે કરી શકાય તે સમજતા પહેલા આપને જણાવી દઉં કે જો તમને એ નથી ખ્યાલ કે રસીકરણ માટે ઓનલાઇન નોંધણી કેવી રીતે કરી શકાય તેમજ તમારા રસીકરણના પ્રમાણપત્ર ને તમે જાતે મોબાઈલ માં કેવી રીતે ડાઉનલોડ કરી શકશો તેની વિશે આ અગાઉ વાત કરેલ છે જો તમે તે લેખ નથી નથી વાંચ્યો તો જરૂરથી વાંચી લેજો.

Correction in vaccine certificate /કોરોના વેક્સિન સર્ટિફિકેટ

1. Vaccine Certificate Correction કરવા માટે સૌથી પહેલાં તમારે Cowin વેબસાઇટ પર જવાનું છે ત્યાં તમને જમણી બાજુમાં રજિસ્ટર યોર સેલ્ફ (register sign in yourself) નું બટન જોવા મળશે તેના પર ક્લિક કરો.

2. ત્યારબાદ તમારી સામે મોબાઇલ નંબર એન્ટર કરવાનું બોક્સ આવી જશે જે બોક્સમાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે મોબાઇલ નંબર એન્ટર કર્યા બાદ નીચે આપેલ Get OTP બટન પર ક્લિક કરો.

vaccine-certificate-correction

3. ત્યારબાદ દાખલ કરેલ મોબાઇલમાં 6-અંકનો OTP આવશે, આવેલ OTP ને 180 સેકન્ડની અંદર ઓટીપી બોક્સમાં દાખલ કરો અને દાખલ કર્યા બાદ વેરીફાય એન્ડ પ્રોસેસ બટન પર ક્લિક કરો.

4. એકાઉન્ટમાં  લોગ ઇન થયા બાદ આ નંબર પર જેટલા લોકોનું  રજીસ્ટ્રેશન કરેલ હશે તે જોઈ શકશો સર્ટીફીકેટ માં ભૂલ સુધારવા માટે Raise An Issue બટન પર ક્લિક કરો.

5. Raise An Issue બટન ઉપર ક્લિક કર્યા બાદ સિલેક્ટ મેમ્બર નું બટન દેખાશે અહીંથી તમારે જે પણ સભ્ય ના નામ મા સુધારો કરવો હોય તે પસંદ કરો. મેમ્બર નું નામ પસંદ કર્યા બાદ Correction in Vaccine Certificate ઉપર ક્લિક કરો.

કોરોના વેક્સિન સર્ટિફિકેટમાં ભૂલ સુધારો

6. તેના પર ક્લિક કર્યા બાદ નીચે તમને ચાર પ્રકારના સુધારા કરવાનો ઓપ્શન દેખાશે જેમકે Name, Your of Date, Gender, Photo ID Number 4 માંથી જે પણ વિગત તમે સુધારવા માંગો છો તેને પસંદ કરો ત્યારબાદ Continue ઉપર ક્લિક કરો.

7.  કંટીન્યુ બટન પર ક્લિક કર્યા પછી તમારી વિગત ચકાસી લો અને ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો.

 

Correction-in-Vaccine-Certificate

8. Submit બટન પર ક્લિક કર્યા બાદ આપના સર્ટીફીકેટ સુધારવાની પ્રક્રિયા કમ્પલેટ થઈ ગઈ છે, હવે આગળ કોઈપણ પ્રક્રિયા કરવાની બાકી રહેતી નથી, આગળ તમે તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરશો તો આ સર્ટિફિકેટ માં તમે જે પણ સુધારો કર્યો છે તે તમે જોઈ શકશો.

સર્ટીફીકેટ સુધારાની પ્રક્રિયા નો વિડીયો

આશા છે મિત્રો આ લેખ તમને પસંદ આવ્યો હશે, આલેખ ની મદદથી તમને ખ્યાલ આવી ગયો હશે કે કોરોના વેક્સિન સર્ટિફિકેટ માં  / Correction in Vaccine Certificate સુધારો  કેવી રીતે કરી શકાય. જો આ લેખથી તમે કંઈક શીખ્યા છો અને તમને ઉપયોગી થયો છે તો તમારા મિત્રો જોડે આ લેખને જરૂર શેર કરો. સાથે જ આરોગ્ય વિશે સૌથી પહેલા માહિતી મેળવવા અમને ટેલિગ્રામ, facebook અને અને whatsapp ગ્રુપમાં ફોલો કરી શકો છો ફરી મળીશું આવાજ ઉપયોગી લેખ સાથે.

Sharing

3 thoughts on “કોરોના વેક્સિન સર્ટિફિકેટ માં ભૂલ કેવી રીતે સુધારવી | Correction in Vaccine Certificate | 8 Step”

  1. If vaccine name covixin wrongly by authority registered as covishield what is the procedure? Please answer

    Reply

Leave a Comment