18+ Covid Vaccination Registration Process 10 Easy Step

નમસ્કાર મિત્રો 18+ વર્ષથી મોટી વયના લાભાર્થી માટે Covid Vaccination Registration Process શરૂ થઇ ચૂકી છે પરંતુ હજુ સુધી ઘણા મિત્રોને એ સવાલ છે કે આ રસીકરણ માટે Online Slot બુકિંગ અને નોંધણી કેવી રીતે કરાવી શકાય? તો તમારા સવાલનો જવાબ આ લેખમાં મળી જશે.

આ લેખમાં હું તમને જણાવીશ Vaccination Registration Process કેવી રીતે કરી શકાય, વય જૂથ પ્રમાણે અલગ અલગ નોંધણી કેવી રીતે કરવી, વેક્સિનેશન સાઈટ પર કઈ વેક્સિન હાજરમાં છે, તમને અનુકૂળ સમય અને તારીખ કેવી રીતે પસંદ કરી શકો વગેરે.

વધારે વાંચો : IDSP S form ઓનલાઇન એન્ટ્રી કેવી રીતે કરવી

Vaccination Registration Process સમજતા પહેલા એ વાત જણાવી દઉં કે આની પહેલા Vaccination Registration પ્રક્રિયા  થોડી અલગ હતી જે પહેલાં આ લેખમાં જણાવેલ છે અત્યારે આપને હું જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા જણાવવા જઈ રહ્યો છું તે તદ્દન નવી છે અને હાલમાં જ તમે આ પ્રક્રિયાનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો તો આવો જાણીએ કેવી રીતે ઓનલાઇન તમારા મોબાઈલની મદદથી કરી શકશો.

Covid Vaccination Registration Process 10 Easy Step

આ લેખમાં હું તમને CoWin વેબસાઈટ પરથી વેક્સિન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તમારા મોબાઇલમાં કેવી રીતે કરી શકાય તે સમજાવીશ. આ જ પ્રક્રિયા તમે મોબાઈલ માં એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ કરી શકો છો. અહીંયા હું ગૂગલક્રોમ બ્રાઉઝર નો ઉપયોગ કરી રહ્યો છું આ સિવાય તમે જો આરોગ્ય સેતુ App દ્વારા નોંધણી પ્રક્રિયા સમજવા માંગો છો તો કોમેન્ટ માં જણાવો. તો તેના વિશે એક નવા લેખ માં વાત કરશું.

Cowin register sign in yourself

1. વેક્સિન રજિસ્ટ્રેશન પ્રોસેસ માટે સૌથી પહેલાં તમારે Cowin વેબસાઇટ પર જવાનું છે ત્યાં તમને જમણી બાજુમાં રજિસ્ટર યોર સેલ્ફ (register sign in yourself) નું બટન જોવા મળશે તેના પર ક્લિક કરો.

mobile number registration for covid vaccination on Cowin website

2. ત્યારબાદ તમારી સામે મોબાઇલ નંબર એન્ટર કરવાનું બોક્સ આવી જશે જે બોક્સમાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે મોબાઇલ નંબર એન્ટર કર્યા બાદ નીચે આપેલ Get OTP બટન પર ક્લિક કરો.

otp verification for vaccine registration on cowin website

3. Get OTP બટન પર ક્લિક કર્યા બાદ આપના મોબાઈલમાં એક OTP આવશે, આવેલ OTP ને Enter OTP બોક્સમાં દાખલ કરવાનો છે. જેમના માટે તમને 180 સેકન્ડ મળે છે 180 સેકન્ડની અંદર અંદર OTP એન્ટર કરવાનું છે જો 180 સેકન્ડમાં OTP દાખલ નહીં કરો તો તમારે ફરી વખત ઓટીપી જનરેટ કરવાનો રહેશે.

for covid vaccination add member on cowin

4. મોબાઈલ નંબર અને ઓટીપી વેરિફિકેશન કરાવ્યા બાદ નીચે Add Member બટન જોવા મળશે. નોંધ :-  તે પહેલા તમે જે નંબરથી રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છો એ નંબર ઉપર આ પહેલા તમે કોઈ બીજી વ્યક્તિ નું  વેક્સિનેશન કરાવેલું હશે તો તેની વિગત જોવા મળશે,જેમકે બીજા ડોઝ માટેનો શેડ્યુલ બટન વગેરે. જો કોઈ પણ વ્યક્તિનું આ નંબર ઉપર વેક્સિનેશન કરાવેલું નહીં હોય તો નીચે તમને એડ બટન જોવા મળશે જેના પર તમારે ક્લિક કરવાનું છે.

registration for vaccination

5. Add Member બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે વેક્સિન લેવા માંગતા લાભાર્થીની વિવિધ વિગતો દાખલ કરવાનું બોક્સ આવશે. ૧. સૌથી પહેલા ફોટો id પ્રૂફ જેમાં આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાન કાર્ડ અથવા પાસપોટ અથવા પેન્શન પાસબુક વગેરે નો ઉપયોગ કરી શકશો. ૨. ત્યારબાદ તમે જે પણ ફોટો id પ્રૂફ સિલેક્ટ કરો છો તેનો નંબર દાખલા કરવાનો છે. દા.ત :-  આધારકાર્ડ પસંદ કર્યો હોય તો આધાર નંબર. 3. ત્યાર પછી ફોટો id પ્રૂફ માં જે નામ છે તે જ પ્રમાણે નું નામ નીચે દાખલ કરવાનું છે. ૪. ત્યાર પછી જેન્ડર સિલેક્ટ કરવાની છે જેમકે મેલ – ફિમેલ અથવા અન્ય. ૫. પછી તમારે તમારી જન્મ તારીખના વર્ષના ચાર અંક દાખલ કરવાના છે કેમકે દા.ત :- ૧૯૮૮ ત્યારબાદ એડ બટન પર ક્લિક કરી દેશો એટલે મેમ્બર એડ થઈ જશે.

Cowin add member notification

6. Add Member બટન પર ક્લિક કર્યા બાદ જ્યારે મેમ્બર સફળતાપૂર્વક ઉમેરાઈ જાય છે તો તેનું નોટિફિકેશન મેસેજ તમારા મોબાઇલમાં આ પ્રમાણે આવશે.

Covid Vaccination Registration Process For 18

7. મેમ્બર સફળતાપૂર્વક ઉમેરાઈ ગયા બાદ શેડ્યુલ બટન પર ક્લિક કરવાનું છે. શેડ્યુલ બટન પર ક્લિક કર્યા બાદ તમારી સામે વેક્સિન સેન્ટર પસંદ કરવા માટેના બે ઓપ્શન આવશે જેમાં તમે પહેલું Search By Pin ઉપરથી અને બીજું મેન્યુઅલી Search By District ના બટન પર ક્લિક કરીને તમારે તમારૂ રાજ્ય અને જિલ્લો પસંદ કરી સર્ચ બટન પર ક્લિક કરતાં તમારા જિલ્લાના તમામ વેક્સિન સેન્ટર નીચે દર્શાવશે. આ તમામ વેક્સિન સેન્ટરમાંથી તમારા નજીકનું જે પણ વેક્સિન સેન્ટર હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે. મારા દ્રષ્ટિએ આસાન રસ્તો છે જો તમને તમારા વેક્સિન સેન્ટર નો પીનકોડ ખ્યાલ હોય તો પિન કોડ એન્ટર કરી સર્ચ બટન પર ક્લિક કરો તો તમારા નજીકના તમામ સેન્ટર તમને નીચે દર્શાવશે.

covid registration process search by pin and search by district

8. તમારા નજીક નું સેન્ટર શોધી લીધા બાદ નીચે તમને ઘણા જ બધા બીજા ફિલ્ટર માટેના ઓપ્શન દેખાશે, જેમકે 18+, 45+, કઈ રસી તમે આપવા માંગો છો તેમજ તેની નીચે તારીખ સિલેક્ટ કરી શકો છો. ઉપરના ઓપ્શન તમારી જરૂરીયાત પ્રમાણે સિલેક્ટ કર્યા બાદ નીચે તમારે વેક્સિન સેન્ટરને સિલેક્ટ કરવાનું છે તેને સિલેક્ટ કર્યા બાદ તેની નીચે time slot સિલેક્ટ કરવાનો ઓપ્શન દેખાશે.

select time slot and confirm vaccine registration

9. છેલ્લે Time Slot સિલેક્ટ કરી લીધા બાદ Confirm બટન દેખાશે કન્ફોર્મ બટન પર ક્લિક કરતાની સાથે જ તમારુ વેક્સિન રજીસ્ટ્રેશન પૂર્ણ થશે અને તમારા મોબાઇલમાં એક કન્ફર્મેશન મેસેજ પણ આવશે જેમાં તમને તમારો reference number પણ મળી જશે. આ રેફરન્સ નંબર જ્યારે તમે વેક્સિન અપાવવા જાવ છો ત્યાં ઓનલાઇન નોંધણી કન્ફર્મેશન માટે રેફરન્સ નંબર ના છેલ્લા ચાર અંકો આપવાના હોય છે.

vaccine registration successful after download PDF

10. જો તમારે PDF ની જરૂર હોય તો કન્ફર્મ બટન પર ક્લિક કર્યા બાદ અપોઇમેન્ટ સક્સેસ ફુલી નો મેસેજ જોવા મળશે જમણી બાજુ ડાઉનલોડ નું બટન પણ દેખાશે તેના પર ક્લિક કરી તમે PDF ડાઉનલોડ કરી શકો છો.

આ છે મિત્રો Vaccination Registration Process આસાન 10 સ્ટેપ મને આશા છે તમને હવે Vaccination Registration અંગે કોઈ પણ પ્રશ્ન નહીં રહે, જો આ લેખમાં ખ્યાલ ના પડ્યો હોય તો રજીસ્ટ્રેશન પ્રક્રિયા નો વિડીયો પણ નીચે છે તમે આરામથી જુઓ તમને સંપૂર્ણ માહિતી મળી જશે.

Vaccination Registration Process Video

કોરોના વેક્સિન આવા કિસ્સામાં ના લો

  1. જે પાછલા દોઢ મહિનામાં કોરોના સંક્રમિત બન્યા હોય. તેમણે હાલ વેક્સીન ન લેવી જોઈએ.
  2. તમે પ્રથમ ડોઝ જે કંપનીનો લીધો હોય બીજો ડોઝ પણ તે જ કંપનીનો લેવો જોઈએ. ઉદાહરણ તરીકે જો પહેલો ડોઝ કોવિશિલ્ડનો લીધો તો બીજો પણ તેનો જ લેવો જોઈએ.
  3. રસીકરણ માટે શક્ય તેટલો આરામ કરવો જોઈએ.
  4. ભૂખ્યા પેટે રસી લેવી જોઈએ નહીં.
  5. રસી લીધા બાદ જો કોઈ ગંભીર આડઅસર થાય તો ત્યાર બાદનો ડોઝ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.
  6. જે લોકો કોઈ પણ દવાની એલર્જીની સમસ્યાથી પીડાતા હોય, તેઓએ રસીનો ડોઝ લેવો જોઈએ નહીં.
  7. ગર્ભવતી મહિલાએ પણ ડોઝ ના લેવો જોઈએ.
  8. તમે લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા હોવ અથવા અન્ય બીમારીની દવા ચાલુ હોય તો આ અંગે સ્વાસ્થ્ય કર્મચારીઓને જણાવવું જોઈએ.
  9. રસી લેવાને લઈને કોઈ પ્રકારે તણાવમાં ન રહો એકમદ સહજ રહો.
  10. ડાયાબિટિઝ અને બ્લડ પ્રેશરના દર્દીએ રસી લેતા પહેલા સુગર અને બ્લડ પ્રેશરને સામાન્ય સ્તરે લઈ જવાની જરુરિયાત હોય છે.
  11. કેન્સરના દર્દીઓ તેમાં પણ ખાસ કરીને જેમની કિમિયોથેરાપી થઈ છે. તેમણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને માનવી જોઈએ.

કોરોના વેક્સિન લીધા બાદ ધ્યાનમાં રાખવાની બાબતો

  1. રસી લીધા બાદ વેક્સીન સેન્ટરમાં ત્યાં સુધી જરુર રોકાવ જ્યાં સુધી તમને જવાની મંજૂરી આપવામાં ના આવે.
  2. સેન્ટર પર તમને એટલા માટે રોકવામાં આવે છે કે તેનાથી જાણી શકાય કે તમને કોઈ સાઇડ ઇફેક્ટ તો નથી થતીને.
  3. જે જગ્જ્યાંયાએ તમને વેક્સિન આપવામાં આવે છે ત્યાં થોડો સોજો આવવો અને શરીરમાં હળવો તાવ આવવો સામાન્ય છે. રસી લીધા પછી સોજો ચડે અને તાવ આવે તો જરા પણ ડરો નહીં. ઘણા કિસ્સામાં થોડી ઠંડી લાગવી અને થાક પણ લાગી શકે છે. આ બધા જ સામાન્ય લક્ષણો છે.
  4. કોરોના રસી પણ શરીરમાં કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા માટેની શક્તિ ઉત્પન્ન કરે છે. એવું સમજવું જોઈએ નહીં કે તમે વેક્સિન લગાવી લીધી બાદ કોરોના થશે જ નહિ.
  5. કોઈપણ વેક્સિન આપણી રોગપ્રતિકારક શક્તિ નવા રોગો સામે લડવામાં મદદ કરે છે.
  6. રસી લીધા બાદ પણ કોરોના સંક્રમણથી બચવા માટે નિશ્ચિત કરવામાં આવેલા નિયમોનું પાલન કરવું જોઈએ. જેમ કે માસ્ક પહેરવું, સામાજીક અંતર જાળવવું, ઉધરસ અથવા છિંક ખાતી વખતે સાવચેત રહેવું, હાથને સતત ધોતા રહેવું અથવા સેનેટાઇઝ કરતા રહેવું.
  7. રસી લીધા પછી પણ જો અમુક દિવસોની અંદર તમે કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા તો તમને પણ કોરોના સંક્રમણ થઈ શકે છે. કેમ કે રસી લીધા બાદ કોરોના વિરુદ્ધ રોગપ્રતિકારક શક્તિ તૈયાર થવામાં અમુક સમય લાગી શકે છે.

કોરોના વેક્સિન રજીસ્ટ્રેશન ના થાય તો શું કરવું?

પોતાના આઈડી પ્રૂફ લઇ તમારા નજીક ના રસીકરણ કેન્દ્ર પર જઈને રજીસ્ટ્રેશન કરાવી વેક્સીન અપાવી શકો છો.

આશા છે મિત્રો કોરોના વેક્સિનેશન રજિસ્ટ્રેશન પ્રોસેસ કેવી રીતે કરવી તેમજ રસી લેતા પહેલા કઇ કઇ બાબતોનો ખ્યાલ રાખવો કોરોના વેક્સિન ક્યારે લઈ શકાય ક્યારે ના લેવી. આ તમામનો આપને ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ લેખ ગમ્યો હોય તો આ લેખને વધારેમાં વધારે લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.

Disclaimer : આ લેખ માત્ર આપની સાથે જાણકારી શેર કરવા પ્રસારિત કરવામાં આવ્યો છે. તેમને મેડિકલ સલાહ ના રૂપમાં ના લેવા વિનંતી. વધારે વિગત માટે તમારા નજીકના ડોક્ટરની જરૂર સલાહ લો.

આવા જ પ્રકારના આરોગ્ય વિષયક સમાચાર, Guideline અને મહત્વની માહિતી થી અપડેટ રહેવા માટે અમને સોશિયલ હેન્ડલ પર  ફોલો કરવાનું ભૂલશો નહીં

જો તમને અમારા આ લેખ પસંદ આવતા હોય તો facebook / ટેલિગ્રામ અને whatsapp પર ફોલો કરવાનું ભુલશો નહિ ફરી મળીશું આવા જ આરોગ્ય વિષયક માહિતી સાથે.

Sharing

Leave a Comment