કોવિડ -19 રસીકરણનું પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું

આ લેખમાં કોવિડ -19 રસીકરણનું પ્રમાણપત્ર મોબાઈલની મદદથી કેવી રીતે ડાઉનલોડ કરી શકાય અને કઇ કઇ બાબતોનો ખ્યાલ રાખવો વગેરે વિષય પર ચર્ચા કરીશું.

આ પહેલા આપણે વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની વિશે વાત કરી હતી હવે ઘણા જ બધા મિત્રોને એ સવાલ છે કે વેક્સિનેશન તો કરાવી લીધું પરંતુ આ વેકસીન લીધા બાદ કોવિડ -19 રસીકરણનું પ્રમાણપત્ર તમને કેવી રીતે મળશે, તો આ લેખમાં આજે તેના વિષે વાત કરવાના છીએ.

કોવિડ -19 રસીકરણનું પ્રમાણપત્ર મેળવતા પહેલાં અમુક વાતોનો ખ્યાલ રાખવો ખૂબ જરૂરી છે, જો તમે એક પણ ભૂલ કરશો તો પછી તમને રસીકરણનું  પ્રમાણપત્ર મળવું ખૂબ જ મુશ્કેલ છે, રસીકરણ કરાવ્યા બાદ કોવિડ -19 રસીકરણનું પ્રમાણપત્ર મેળવવા માટે કઇ કઇ બાબતોનો ખ્યાલ રાખવો તેની વિશે પહેલા જાણી લઈએ.

આ લેખમાં covid-19 રસીકરણનું પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તે સમજવા માટે Cowin વેબસાઇટનો અને મોબાઇલમાં ક્રોમ બ્રાઉઝર ઉપયોગ કરી રહ્યો છું.

કોવિડ -19 રસીકરણનું પ્રમાણપત્ર મેળવવા માટે આ બાબતનો ખ્યાલ રાખો

  1. સૌથી પહેલા તમે જ્યારે રસીકરણ માટે વેક્સીનેશન સેન્ટર પર જાઓ છો તો તમારે ઓનલાઇન નોંધણી કરીને જવું જો તમે ઓનલાઈન નોંધણી કરી ને નથી ગયા તો વેક્સીનેશન સેન્ટર પર તમારી ઓનલાઇન નોંધણી થવી ખૂબ જરૂરી છે.
  2. ઓનલાઇન નોંધણી એટલા માટે જરૂરી છે કારણ કે આપનું કોવિડ -19 રસીકરણનું પ્રમાણપત્ર કોઈ આપને ઓફલાઈન આપી શકશે નહીં અને ઓફલાઇન આપશે તો હાલની પરિસ્થિતિ પ્રમાણે તે માન્પય નહીં ગણાય માટે ઓનલાઇન નોંધણી થઈ છે તો જ રસીકરણનું પ્રમાણપત્ર મેળવી શકશો.
  3. ઓનલાઇન નોંધણી કરાવ્યા બાદ વેક્સિન આપવામાં, એ પછી વેક્સીનેશન સેન્ટર છોડતા પહેલા આરોગ્ય કર્મચારી પાસેથી એ માહિતી ખાસ જાણી લેવી કે તેમના મોબાઈલ માં તમે વેક્સિન લઈ લીધી છે તેવા કન્ફર્મેશન ની લીંક ક્યારે આવશે જો આપના મોબાઈલમાં કન્ફર્મેશન ની લીંક  નહીં આવે તો ત્યારબાદ કોવિડ -19 રસીકરણનું પ્રમાણપત્ર મેળવવું  થોડુ  મુશ્કેલ થઇ શકે છે.
  4. ઘણા લાભાર્થી સાથે એવું પણ બને છે કે વેક્સિન લઈ લીધા બાદ પછીના દિવસે અથવા થોડા દિવસો પછી કોવિડ -19 રસીકરણનું પ્રમાણપત્ર માટે તપાસ લેવામાં આવે છે તો ત્યારે સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ શકતું નથી. કારણ કે તેમણે કોવિડ -19 રસી લીધી છે એવી આરોગ્ય ઓફિસ માંથી Approval ના આપવા આવ્યું હોય અથવા કોઈ કારણસર અથવા કોઈ કારણોસર Approval દેવામાં ચૂક થઈ હોય.
  5. આવા કિસ્સામાં તમારે ફરી વખત ઓનલાઇન નોંધણી કરાવી અને જે દિવસે આપે નોંધણી કરાવી છે એ જ દિવસના  તારીખની આપને સર્ટિફિકેટ મળશે એવું પણ બને.

કોવિડ -19 રસીકરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ માટેના સ્ટેપ્સ

કોવિડ -19 રસીકરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ ની રીત સમજીયે  એ પહેલા આપને જણાવી દઉં કે સર્ટિફિકેટ ડાઉનલોડ માટે અહીંયા તમને વિસ્તૃત સમજ આપેલ છે બની શકે અમુક સ્ટેપ અહીં વધારે મેં ઉમેર્યા છે તેવું લાગશે કારણ કે અમુક કિસ્સામાં જ્યારે તમે કોવિડ -19 રસીકરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ નથી કરી શકતા તો તેના માટે શું કારણ હોઈ શકે તે અહીં તમને વિસ્તૃત સમજાવવામાં આવશે સર્ટિફિકેટ ડાઉનલોડ ના તમામ સ્ટેપ સંપૂર્ણપણે વાંચી લેશો તો સર્ટિફિકેટ ડાઉનલોડ માટેના તમને કોઈ પણ પ્રશ્ન નહીં રહે.

1. કોવિડ -19 રસીકરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તમારે Cowin વેબસાઇટ પર જવાનું છે ત્યાં તમને જમણી બાજુમાં રજિસ્ટર યોર સેલ્ફ (register sign in yourself) નું બટન જોવા મળશે તેના પર ક્લિક કરો.

Cowin register sign in yourself

2. ત્યારબાદ તમારી સામે મોબાઇલ નંબર એન્ટર કરવાનું બોક્સ આવી જશે જે બોક્સમાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે મોબાઇલ નંબર એન્ટર કર્યા બાદ નીચે આપેલ Get OTP બટન પર ક્લિક કરો.

mobile number registration for covid vaccination on Cowin website

3. Get OTP બટન પર ક્લિક કર્યા બાદ આપના મોબાઈલમાં એક OTP આવશે, આવેલ OTP ને Enter OTP બોક્સમાં દાખલ કરવાનો છે. જેમના માટે તમને 180 સેકન્ડ મળે છે 180 સેકન્ડની અંદર અંદર OTP એન્ટર કરવાનું છે જો 180 સેકન્ડમાં OTP દાખલ નહીં કરો તો તમારે ફરી વખત ઓટીપી જનરેટ કરવાનો રહેશે.

otp verification for vaccine registration on cowin website

4. ખાસ મહત્વનું તમે જે મોબાઇલ નંબરથી OTP જનરેટ કરીને લોગીન થાવ છો એ એકાઉન્ટમાં તમે જે પણ નંબરથી લોગીન થયા છો એ નંબર ઉપર જે જે વ્યક્તિઓની નોંધણી કરી રસીકરણ કરાવ્યું છે તેનું લીસ્ટ તમે અહીં જોઈ શકશો. એક મોબાઈલ નંબરથી માત્ર ચાર જ સભ્યોની નોંધણી તમે કરી શકશો વધારે સભ્યોની નોંધણી માટે તમારા પરિવારના બીજા સભ્યો નો મોબાઇલ નંબર ઉપયોગ કરવાનો રહેશે.

Covid 19 vaccination certificate

5. તમે રસીકરણ તો અપાવી દીધું હશે પરંતુ હેલ્થ ઓફીસ માંથી આપના વેક્સિનેશન ની વિગત ને online approval નહીં મળ્યું હોય તો આપના એકાઉન્ટમાં વેક્સિન નો પ્રથમ ડોઝ હોય કે બીજો આ પ્રકારની ડોઝ ની નિશાની લાલ કલર જોવા મળશે.આવા કિસ્સામાં તમે તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશો નહીં.

 

રસીકરણનું પ્રમાણપત્ર

6. તમે કોવિડ -19 રસીકરણ કરાવી લીધું છે તમારા મોબાઈલ નંબર ઉપર એકાઉન્ટમાં રસીકરણનું સ્ટેટસ ગ્રીન બતાવી રહ્યું છે મતલબ કે આપને હેલ્થ ઓફીસ માંથી વેક્સિનેશન મળી ગયું છે અને ત્યાંથી approval પણ આવા કિસ્સામાં તમે સર્ટીફીકેટ  બટન ઉપર ક્લિક કરીને તમારા સર્ટીફીકેટ ને ડાઉનલોડ કરી શકશો.

પ્રમાણપત્ર ડાઉનલોડ માટેનો વિડિયો

 

આશા છે મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હશે આ લેખ વાંચ્યા પછી કોવિડ -19 રસીકરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ અંગે આપના કોઈ સવાલો નહિ રહે તેમ છતાં પણ રસીકરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ અંગે હજી કોઈ શંકા હોય તો તમે કોમેન્ટ માં જણાવવા નું ભૂલશો નહીં.

આવા જ પ્રકારના આરોગ્ય વિષયક સમાચાર, Guideline અને મહત્વની માહિતી થી અપડેટ રહેવા માટે અમને સોશિયલ હેન્ડલ પર  ફોલો કરવાનું ભૂલશો નહીં

 

Sharing

Leave a Comment