ડેન્ગ્યુ વિશે એ તમામ જે તમે નથી જાણતા | 16 May ડેન્ગ્યુ દિવસ

નમસ્કાર મિત્રો આજે છે 16 મે એટલે કે National Dengue Day 2021 આ ખાસ  દિવસ પર ડેન્ગ્યુ વિશે એ તમામ માહિતી જે તમે નથી જાણતા

જેમકે ડેન્ગ્યુ શું છે, ડેન્ગ્યુ વાયરસ ના પ્રકાર, ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય છે, ડેન્ગ્યુ કયા મચ્છરથી ફેલાય છે, ડેન્ગ્યુ મચ્છર નું જીવનચક્ર, ડેન્ગ્યુ થી બચવાના ઉપાયો, ડેન્ગ્યુના લક્ષણો, ડેન્ગ્યુ નો ઉપચાર, ડેન્ગ્યુ તાવની ગંભીર સ્થિતિ તેમજ ડેન્ગ્યુ ના સુત્રો વિશે આ લેખમાં જોઈશું

ડેન્ગ્યુ વિશે નો આ લેખ વાંચી લો બચી જશો

અને હા આ લેખના માધ્યમથી તમે ડેન્ગ્યુ વિશે થોડું પણ સમજ્યા છો અને ડેન્ગ્યુ થી બચવાના ઉપાયો પણ મળ્યા છે તો આ લેખને શેર કરવાનું ભૂલશો નહીં.

ડેન્ગ્યુ શું છે ?

 • ડેન્ગ્યુ ( ઉચ્ચારણ ડેન ગી ) તે વાયરસથી થતો રોગ છે.
 • ડેન્ગ્યુ રોગ ડેન્ગ્યુના ચાર પ્રકારના વાયરસમાંના કોઇ પણ એક વાયરસના ચેપ લાગવાથી થઈ શકે છે.

ડેન્ગ્યુ વાયરસના પ્રકાર

• DENV 1 , DENV 2 , DENV 3 , OR DENV 4

ડેન્ગ્યુ ફિવરના ત્રણ પ્રકારો છે

 • ડેન્ગ્યુ
 • ડેન્ગ્યુ હેમરેજીક – DHF
 • ફીવર ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ DSS

Also Read This કોરોના વેક્સિનેશન રજીસ્ટ્રેશન પ્રકિયા

ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય છે?

ડેન્ગ્યુ વાયરસ ચેપી એડીસ મચ્છરના કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે .

એડીસ મચ્છરની લાક્ષણિકતાઓ

ades Egypt mosquito identity

 • એક અલગ શારીરીક લક્ષણ ( તેના શરીર અને પગ પર કાળા અને સફેદ પટ્ટાઓ હોય છે)
 • તેને ટાઈગર મચ્છર પણ કહે છે (Tiger Mosquito) .
 • તે દિવસ દરમ્યાન કરડે છે .
 • તે ચોખ્ખા અને સ્થગીત (સ્થિર) પાણીમાં ઈંડા મુકે છે .

શું તમે જાણો છો?

 • માત્ર માદા મચ્છર જ માણસને કરડે છે. કારણ કે તેને ઈંડાના વિકાસ માટે લોહીમાં રહેલ પ્રોટીનની જરૂરિયાત હોય છે.
 • મચ્છર ચેપ ધરાવતા વ્યક્તિને કરડ્યા પછી લગભગ સાત દિવસ બાદ ચેપી બને છે . પછી માણસોમાં વાયરસ ફેલાવે છે.
 • એકવાર ચેપી બન્યા પછી મચ્છર જીવનભર ચેપી રહે છે અને આ ચેપ પોતાના ઈંડામાં પણ આપે છે.
 • ડેન્ગ્યુ મચ્છર કરડવાનો મુખ્ય સમય પરોઢ અને સમીસાંજ છે. સુર્યોદય પછીના બે કલાક અને સૂર્યાસ્ત પહેલાના ૨ કલાક .

એડીસ મચ્છર વિષે જાણવા જેવી કેટલીક હકીકતો 

 • એડીસ મચ્છરનું સરેરાશ આયુષ્ય બે અઠવાડિયાનું છે .
 • એડીસ મચ્છર તેના જીવનકાળ દરમ્યાન ૩ વાર ઈંડા આપે છે અને દર વખતે લગભગ ૧૦૦ ઈંડા આપે છે.
 • ઈંડા ખૂબ જ સુકી ભેજ રહિત વાતાવરમાં અને પાણીની ગેર હાજરીમાં ઘણા મહિના સુધી જીવંત રહી શકે છે .
 • આ ઈંડાને પાણી મળતાજ તેમાંથી મચ્છરના પોરા બહાર નીકળે છે . અને આમ મચ્છરોની સંખ્યામાં વધારો થાય છે.
 • એડીસ પુખ્ત મચ્છર ઘરની અંદર અંધારૂ હોય તેવી જગ્યાએ આરામ કરે છે . ( કબાટ , પલંગની નીચે , પડદા પાછળ )
 • એડીસ ઈજીપ્તાઈ મચ્છરની ઉડવાની ક્ષમતા મર્યાદિત છે . તે સરેરાશ ૪૦૦ મીટર સુધી પાણીના પાત્રોની શોધમાં ઉડી શકે છે, જેથી ત્યાં ઇંડા મુકી શકાય
 • આમ મચ્છરો કરતા માણસો ધ્વારા જન સમુદાયમાં વાયરસનું વહન એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય છે તેમ માનવાનું રહે .
 • ઘરમાં રહેલા જુજ મચ્છર મોટા પ્રમાણમાં ડેન્ગ્યુ ફેલાવી શકે છે .
 • ડેન્ગ્યુ ના મચ્છર ખાડા – ખાબોચીયાઓ , ગટરમાં , નહેરોમાં , દલદલ , નદીઓમાં અથવા તળાવોમાં ઇંડા મુકતા નથી .

Read This : રેમડેસીવીર ઈન્જેક્શન ના ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શન

મચ્છરનું જીવન ચક્ર

 • એડીસ ઈજીપ્તી ઈજિપ્ત મચ્છરનું જીવન ચક્રમચ્છરનું જીવન ચક્ર ઈંડામાંથી લારવા , પ્યુપા અને પુખ્ત મચ્છર બનતા આઠ દિવસ લાગે છે.
 • ચેપી મચ્છર કરડયા બાદ મનુષ્યમાં ૫ થી ૬ દિવસ પછી રોગના લક્ષણો જોવા મળે છે.

ડેન્ગ્યુ થી બચવાના ઉપાયો

ડેન્ગ્યુ મચ્છર દિવસ દરમ્યાન કરડે છે . સૌથી વધુ સુર્યોદય પછીના બે કલાક અને સુર્યાસ્ત પહેલાના બે કલાક દરમ્યાન કરડે છે .

શક્ય હોય તો શરીરના બધા જ અંગોને ઢાંકીને રાખે તેવા લાંબી બાંયના કપડા પહેરવા .

ડેન્ગ્યુથી બચવા દિવસ દરમ્યાન પણ કોઈલ , ઈલેક્ટ્રીક મેટનો ઉપયોગ કરવો .

બાળકો , વૃધ્ધો અને અન્ય લોકો દિવસ દરમ્યાન મચ્છરથી બચવા મચ્છરદાનીમાં આરામ કરવો.

ડેન્ગ્યુ ના લક્ષણો

 • ૨ થી ૭ દિવસના સમય માટે તીવ્ર તાવ આવે અને નીચે દર્શાવેલ લક્ષણો માંથી કોઇપણ ર લક્ષણો હોઇ શકે.
 • સખત માથાનો દુખાવો. આંખની  કીકીના પાછળ દુખાવો ( ક્યારેક સખત પણ હોઈ શકે .)
 • સ્નાયુનો દુખાવો ( માયેજીયા ) આરામ
 • સાંધાનો દુખાવો ( આથેજીયા ) તાપમાનને
 • ચામડી પર લાલાશ પડતા ચકામાં ( રેશ )
 • રક્તસ્ત્રાવના લક્ષણો જેવા કે , નાકમાંથી લોહી નિકળવું તથા ત્વચા પર અચાનક ઘસરકો પડવો .

નોધ : ઉપર દર્શાવેલ તમામ લક્ષ્યો અને ચિન્હો કદાચ તમામ દર્દીમાં જોવા મળે નહીં. જરૂર જણાયે એલીઝા વ્યવસ્થા પધ્ધતિ આધારિત NSI એન્ટીજન અને IgM એન્ટીબોડી ટેસ્ટ કરાવવા .

ડેન્ગ્યુ ઉપચાર

 • સતત આરામ ( બેડ રેસ્ટ કરવો ) .
 • ઠંડા પાણીના પોતા મુકવા .
 • એસ્પિરીન , બુફેન ના લેવી – કારણ કે તેનાથી પેટના દુખાવા , ઉલટી તથા પ્લેટલેટ કામ કરતા બંધ થવા જેવી મુશ્કેલીઓ ઉભી થાયા છે.
 • તાવને કાબુમાં લેવા પેરાસીટામોલ જેવી દવા લેવી .
 • જ્યારે સતત ઉલટી અથવા પરસેવો છૂટે ત્યારે દર્દીને મોઢાથી ORS (ORS Full FormName : Oral Rehydration Solutions) જેવુ પ્રવાહિ આપવું .
 • મચ્છરના કરડવાથી બચવું
 • આખી બાંયના કપડા પહેરો.
 • દર્દીને મચ્છરદાનીમાં સુવાની સલાહ આપો મચ્છર
 • વિરોધી મલમનો ઉપયોગ કરો ( જ્યારે તાવ આવે ત્યારે ) દરવાજા અને બારીઓ ઉપર મચ્છર જાળી લગાડો જેથી મચ્છર ઘરની અંદર પ્રવેશી ના શકે .
 • ડોક્ટરની સલાહ લેવી .
 • વધુ માત્રામાં પ્રવાહી લેવું .

ડેન્ગ્યુના નિદાન માટે લેબોરેટરી પરીક્ષણ

 • દર્દીને ડેન્ગ્યુના લક્ષણો જણાય તો ડોક્ટર લોહીના પરિક્ષણની સલાહ આપી શકશે .
 • પ્લેટલેટમાં ઘટાડો અથવા હેમોટોક્રીટમાં વધારો થવો એ ડેન્ગ્યુ હોવાની સંભાવના વધારે છે .
 • પ્લેટલેટ શરીરમાં રક્તસ્ત્રાવ થતો અટકાવે છે . જ્યારે હેમેટોક્રીટ લોહીનું પાતળુપણુ અથવા ઝાડાઇ દર્શાવે છે .

ડેન્ગ્યુના નિદાન માટેના ચોક્કસ પરિક્ષણ ( ટેસ્ટ )

ડેન્ગ્યુ માટેના ચોક્કસ લેબોરેટરી પરિક્ષણ કરવાથી ડેન્ગ્યુ વાયરસ છે કે કેમ તેનું નિદાન થઈ શકે છે.

બે પ્રકારની પરીક્ષણ પધ્ધતિ ઉપલબ્ધ છે .

 1. રોગના લક્ષણો જોવા મળ્યા હોય તેના ૫ દિવસની અંદર ડેન્ગ્યુ એન્ટીજન શોધવા માટેનું પરીક્ષણ ( NS1 ) .
 2. પાંચ દિવસના સમયગાળા બાદ ડેન્ગ્યુ એન્ટીબોડી શોધવા માટેનું પરીક્ષણ ( IGM ) .

જેને ડેન્ગ્યુ થયો હોય તેવા દર્દીઓ ૧ થી ૨ અઠવાડિયામાં સાજા થઈ જતા હોય છે .

ડી હાઈડ્રેશન અટકાવો

 • કોઈપણ દર્દીના શરીરમાંથી પ્રવાહીનું પ્રમાણ ઓછું થઈ જાય છે ત્યારે ડી હાઈડ્રેશન થાય છે . ( જે સખત તાવ , ઉલ્ટી અથવા ખોરાક ન લેવાના કારણે થઈ શકે .)
 • વધુ પ્રમાણમાં પ્રવાહી આપો ORડ અને ફળોનો રસ પાણી કરતા વધુ હિતાવહ છે .

ડી હાઈડ્રેશનના ચિન્હો માટે સતત ધ્યાન રાખો .

 • પેશાબની માત્રામાં ઘટાડો .
 • બાળક રડે ત્યારે ઓછી માત્રામાં અથવા બિલકુલ આસું ન આવવા
 • મોઢા , જીભ અને હોઠમાં સુકાપણાનો અહેસાસ .
 • ઉડી ઉતરેલી આંખો .
 • વધુ પડતો ઉશ્કેરાટ અથવા દ્વિધામાં હોવાનું લાગવું .
 • હદયના વધુ ધબકારા .
 • આંગળી અને પગ ઠંડા લાગવા , બેચેની લાગવી .

ડેન્ગ્યુ તાવની ગંભીર સ્થિતિ

 • તાવના ૩ થી ૫ દિવસ બાદ રોગની ગંભીર સ્થિતી ઉદભવી શકે.
 • કેટલાક દર્દીઓમાં લોહીની નળીઓ પાતળી થઈ જવાથી પ્રવાહી લીક થઈ શકે .
 • આમ થવાથી સરક્યુલેટરી સીસ્ટમ બંધ થઈ જાય અને દર્દીને શોક થાય જેથી યોગ્ય માત્રામાં પ્રવાહી આપવું અનિવાર્ય છે .

શું ડેન્ગ્યુથી મૃત્યુ થઈ શકે છે ?

 • સામાન્ય રીતે ડેન્ગ્યુ તાવના મોટાભાગના કિસ્સામાં મૃત્યુ થતું નથી પરંતુ DHF અને DSS માં મૃત્યુ થઈ શકે .
 • આવા દર્દીઓને નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર માટે વિના વિલંબે દાખલ કરવા .
 • પુખ્ત વયના દર્દીઓ કરતાં બાળકોને DHડ અને DSS થવાની વધુ સંભાવના છે જેથી માતા પિતાએ વધુ સતર્કતા રાખવી .
 • યોગ્ય સારવારથી DHF અને DSS ના દર્દીઓ સંપૂર્ણ પણે સાજા થઈ શકે છે .
 • સારી અને સમયસરની સારવાર જીંદગી બચાવી શકે છે .

તાત્કાલીક તબીબી સારવાર માટેના ચેતવણી આપતા ચિન્હો

 • પેટમાં સતત દુખાવો અથવા ઉલ્ટી .
 • ચામડી પર લાલ ફોલ્લીઓ કે ચકામાં . નાક અથવા પેઢામાંથી રક્ત સ્ત્રાવ
 • લોહીની ઉલ્ટી
 • સુસ્તી અથવા ચિડીયાપણું .
 • નિસ્તેજ ઠંડી , શ્વાસ લેવામાં તકલીફ અને ચીકણી ત્વચા .

સારવાર આપતા ડોક્ટર દ્વારા શું કાળજી રાખવી જોઈએ ?.

 • ૧ થી ૨ કલાકના અંતરે દર્દીઓની સ્થીતીમાં થયેલ સુધારાનું જાત નિરીક્ષણ કરવું
 • પ્લેટલેટ અને હેમોક્રેટીકનું સમયાંતરે નિરીક્ષણ કરવું જેથી થયેલ સુધારાનો અંદાજ કરી શકાય .
 • ડોક્ટર દ્વારા જે IV ફ્લુઇડ અથવા પ્લેટલેટ ચડાવવા માટે સલાહ આપી શકાય ( બધા દર્દીઓને પ્લેટલેટ ચડાવવાની જરૂરીયાત હોતી નથી . )

ડેન્ગ્યુ વિશેના આપના સવાલો

 1. શું તમને એકવાર ડેન્ગ્યુ થયા બાદ ફરીથી તે રોગ લાગુ પડી શકે ? –  હા
 2. ડેન્ગ્યુના એક ટાઇપના વાયરસથી ડેન્ગ્યુ થયો હોય તો પણ બીજી ટાઇપના વાયરસથી ડેન્ગ્યુ થવાની શક્યતા રહે છે. – હા
 3. ડેન્ગ્યુના એક પ્રકારના સીરોટાઈપ થી અન્ય સીરોટાઇપ સામે રક્ષણ પામી શક્તા નથી. – હા
 4. કોઈપણ વ્યક્તિને પોતાના જીવનકાળ દરમ્યાન એકથી વધુ વાર ડેન્ગ્યુનો રોગ લાગુ પડી શકે છે. – હા
 5. ડેન્ગ્યુના ચેપ હોવા છતાં લોકોમાં રોગગ્રસ્ત પરિસ્થિતી ( રોગના લક્ષણો જોવા ના મળે તેવું બની શકે ? – હા  એવા ઘણા લોકો હોય છે જેઓને ડેન્ગ્યુ હોવા છતાં રોગના કોઈ લક્ષણો કે ચિન્હો દેખાતા નથી .એક દર્દી રોગગ્રસ્ત હોય ત્યારે ત્યાં ચારથી પાંચ માણસો એવા પણ હોઈ શકે જેનામાં રોગના લક્ષણો કે ચિન્હો ન હોય .
 6. શું ડેન્ગ્યુ તાવના દર્દીઓને ઘરે સારવાર આપી શકાય ? – મોટા ભાગના ડેન્ગ્યુના તાવના દદીઓની ઘરે સારવાર થઈ શકે છે . • તેઓએ આરામ કરવો , ઘરમાં ઉપલબ્ધ પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં લેવું અને પૌષ્ટીક ખોરાક લેવો જોઈએ. • જો ORડ કે જે સામાન્ય રીતે ( જાડા બંધ કરવા માટે ઉપયોગમાં લેવાય છે .) તેને લેવું હિતાવહ છે. ફળોનો રસ પણ ઉપયોગી થાય છે . • જો આ રોગના એક તેથી વધુ લક્ષણો જોવા મળે તો તેને ગંભીર નિશાની સમજી ડોક્ટરનો સંપર્ક કરવો .

ડેન્ગ્યુ pdf

ડેન્ગ્યુ ના સૂત્ર ડાઉનલોડ કરવા માટે નીચેના બટન પર ક્લિક કરો 10 સેકન્ડ ની રાહ જુઓ

ડેન્ગ્યુના સુત્રો

 1. ડેન્ગ્યુ તાવ દિવસે કરડતાં એડીસ મચ્છરથી થાય છે .
 2. ઘરમાં રહેલ પાણી ભરેલા તમામ પાત્રોને ઢાંકીને રાખીએ.
 3. પોરામાંથી જ મચ્છર થાય છે , પોરાની ઉત્પતિ અટકાવો .
 4. જો કોઈને તાવ આવે તો તરત જ ૧૦૪ હેલ્પ લાઈનનો ઉપયોગ કરીએ .
 5. જો ઘરના ટાંકા – ટાંકીમાં પોરા જોવા મળે તો દંડ પણ થઈ શકે
 6. દર અઠવાડીએ તમામ પાણી ભરેલા પાત્રોને ઘસીને સાફ કરીએ.
 7. નકામા ભંગાર અને ટાયરોનો નિકાલ કરવો.

Disclaimer : આ લેખ માત્ર આપની સાથે જાણકારી શેર કરવા પ્રસારિત કરવામાં આવ્યો છે. તેમને મેડિકલ સલાહ ના રૂપમાં ના લેવા વિનંતી. વધારે વિગત માટે તમારા નજીકના ડોક્ટરની જરૂર સલાહ લો.

આવા જ પ્રકારના આરોગ્ય વિષયક સમાચાર, Guideline અને મહત્વની માહિતી થી અપડેટ રહેવા માટે અમને નીચે આપેલ સોશિયલ હેન્ડલ પર  ફોલો કરવાનું ભૂલશો નહીં

જો તમને અમારા આ લેખ પસંદ આવતા હોય તો facebook / ટેલિગ્રામ અને whatsapp પર ફોલો કરવાનું ભુલશો નહિ ફરી મળીશું આવા જ આરોગ્ય વિષયક માહિતી સાથે.

WhatsApp Join Now
Telegram Join Now
Instagram Join Now
Sharing

Leave a Comment