રેમડેસીવીર ઈન્જેક્શન ના ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શન

અત્યારે બધી જ બાજુ રેમડેસીવીર ઈન્જેક્શનનું જ રટણ થઈ રહ્યું છે,શું ખરેખર રેમડેસીવીર ઈન્જેકશનનો કોરોના દર્દી માટે કારગર છે, રેમડેસીવીર ઈન્જેક્શનનો ઉપયોગ કેવી રીતે કરવો (remdesivir injection uses), રેમડેસીવીર ઈન્જેક્શનની કિંમત કેટલી છે (remdesivir injection price) અને આ ઇંજેક્શન વિશે તજજ્ઞોની શું છે સલાહ વગેરે વિષે આ લેખમાં વાત કરશું.

રેમડેસીવીર ઇન્જેક્શન શું છે?

  • આ રેમડેસીવીર ખરેખર છે શું ? ચાલો જાણીએ કોવિડમાં વપરાતી આ દવા વિશે.
  • રેમડેસીવીર એક એન્ટીવાયરલ દવા છે જેનો SARS ( Severe Acute Respiratory Syndrome ) જેવી બીમારીમાં ઉપયોગ થાય છે.
  • વર્ષ ૨૦૨૦ ઓક્ટોબરમાં FDA દ્વારા મંજૂરી મળ્યાં બાદ આ રેમડેસીવીર દવાનો ઉપયોગ , ઓક્સિજનની ઉણપ ધરવાતાં કોરોનાના દર્દીઓની સારવારમાં થાય છે .

રેમડેસીવીર નો ઉપયોગ

  • કોરોના માલુમ થતાં જ રેમડેસીવીર લેવાની શરૂ કરી દેવી જોઈએ. એ એક માન્યતા છે … !
  • રેમડેસીવીરથી દર્દીના રિકવરી રેટમાં વધારો થાય છે તેમજ ‘ હોસ્પિટલ સ્ટે પાંચ દિવસ જેટલો ઘટી શકે છે .એ એક માન્યતા છે.તેમના માટે તજજ્ઞ ડોક્ટરની સલાહ લીધા બાદ જ સારવાર લઇ શકાય.
  • ૯૪ થી વધુ ઓક્સિજન લેવલ ધરાવતાં કોરોના દર્દીઓને રેમડેસીવીર ઈજેક્શન લેવાની જરૂર નથી .

રેમડેસિવીરના ઉપયોગ અંગે તજજ્ઞ ડોક્ટર્સની શું સલાહ છે ?

  • કોરોનાના કોઈ જ લક્ષણો નહીં ધરાવતા કે સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને રેમડેસિવીર આપવું સલાહભર્યું નથી .
  • જો દર્દીનું ઓક્સિજનનું પ્રમાણ ૯૪ ટકા થી ઓછું હોય ત્યારે .
  • ત્રણ – ચાર દિવસની દવાઓ – સારવાર પછી પણ દર્દીને હાઈગ્રેડ તાવ રહેતો હોય અને સી – રિએક્ટિવ પ્રોટીનનું પ્રમાણ ( CRP ) વધ્યું હોય ત્યારે …
  • નબળાઈ સાથે સતત ઝાડા રહેતા હોય ત્યારે … સતત વાયરલ કફ રહેતો હોય ત્યારે.
  • સામાન્ય પ્રવૃત્તિમાં પણ વધારે થાક લાગતો હોય કે શ્વાસ ચઢી જતો હોય ત્યારે.
  • શ્વાસોચ્છવાસની ગતિ વધી જાય ( પ્રતિ મિનિટ ૨૪ થી વધારે થાય તો ) ત્યારે.
  • ૫૦ વર્ષથી વધુ વય હોય અને કોરોનાને કારણે CRP , d-dimer , Ferritin વધ્યું હોય ત્યારે.
  • પહેલા x – ray નોર્મલ હોય પણ પછીથી ફેફસાંમાં Ground – glass opacity જણાય ત્યારે.
  • લિમ્ફોપેનિયા સાથે NLR > ૩.૫ હોય ત્યારે …
  • ઉચિત ઔચિત્ય સાથે ખાસ કિસ્સાઓમાં ચેપીરોગોના નિષ્ણાત , શ્વસન ચિકિત્સાના નિષ્ણાત , ફિઝિશિયન ( ચિકિત્સક ) કે બાળરોગોના નિષ્ણાતના અભિપ્રાય પછી જ રેમડેસિવીર આપી શકાય.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) કહે છે.

એવા કોઈ પ્રમાણ મળ્યા નથી કે , રેમડેસિવીરથી કોવિડના દર્દીઓનો મૃત્યુદર ઘટાડી શકાય છે , કે વેન્ટિલેટરની જરૂર ઓછી કરી શકાય છે , કે હોસ્પિટલમાં સારવારનો સમય ઓછો કરી શકાય છે . એટલું જ નહીં રેમડેસિવીરની વાયરલ ક્લિયરન્સ પર અસર થાય છે કે નહીં તે પણ અનિશ્ચિત છે …

AIIMS : ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ કહે છે.

કોરોનાના જે દર્દીઓને મધ્યમથી લઈને ગંભીર અસર હોય તેમના માટે જ રેમડેસિવીર વાપરી શકાય . સામાન્ય લક્ષણોમાં રેમડેસિવીર સલાહભર્યું નથી.

 

આવા જ પ્રકારના આરોગ્ય વિષયક સમાચાર, Guideline અને મહત્વની માહિતી થી અપડેટ રહેવા માટે અમને નીચે આપેલ સોશિયલ હેન્ડલ પર  ફોલો કરવાનું ભૂલશો નહીં

જો તમને અમારા આ લેખ પસંદ આવતા હોય તો facebook / ટેલિગ્રામ અને whatsapp પર ફોલો કરવાનું ભુલશો નહિ ફરી મળીશું આવા જ આરોગ્ય વિષયક માહિતી સાથે.

Sharing

Leave a Comment