18 વર્ષ થી વધુ વયના લોકો માટે આજથી કોરોના વેક્સિનેશન રજિસ્ટ્રેશન શરૂ

સમગ્ર ભારતમાં 1 મે થી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો માટે કોરોના વેક્સિનેશન શરૂ થઈ રહ્યું છે. જે લોકો જે લોકો વેક્સિન લેવા માંગે છે તેમણે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, તો આ રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેમના માટે શું પ્રોસેસ રહેશે અને કોરોના વેક્સિન લેતા પહેલા કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો વગેરે વિશે વાત કરવાના છીએ.

18 વર્ષ થી વધુ વયના તમામ લોકો માટે  વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન 28 એપ્રિલથી શરૂ થશે.તો આવો આ રજિસ્ટ્રેશન અંગેની પ્રક્રિયા વિશે જાણીએ.

કોરોના વેક્સિનેશન રજીસ્ટ્રેશન પ્રકિયા

વેક્સિન ના રજિસ્ટ્રેશન માટે ના સ્ટેપ નીચે મુજબ છે.
આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો.

15 સેકન્ડ ની રાહ જુઓ અને નીચેના બટન પર ક્લિક કરો

covid vaccine registration process step by step

(2) તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો.

કોરોના-રસીકર

 

(3) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.

કોરોના રસીકરણ

(4) OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.

(5) ફોટો આઇડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.

Register for Corona Vaccination

(6) તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો.

(7) ત્યારબાદ નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે.

(7) 28 તારીખ થી ૧૮ વર્ષથી મોટા તમામ લોકોનું રજિસ્ટ્રેશન શરૂ થાય છે, પરંતુ ઘણી વખત વેબસાઈટ ડાઉન હોવાના કારણે તમે ડેટ ઓફ બર્થ (DOB) એન્ટર કરશો તો એરર આવશે તેના માટે ૧લી મે સુધી રાહ જોવા વિનંતી.

covid vaccination registration process error in age

(8) ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.

comedy vaccination registration process enter personal detail

(9) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમય નો સ્લોટ પસંદ કરી શકો છો.

book appointment for covid 19 vaccination

કોરોના વેક્સિન રજીસ્ટ્રેશન ના થાય તો શું કરવું?

પોતાના આઈડી પ્રૂફ લઇ તમારા નજીક ના રસીકરણ કેન્દ્ર પર જઈને રજીસ્ટ્રેશન કરાવી વેક્સીન અપાવી શકો છો.

કોરોના વેક્સિન આવા કિસ્સામાં ના લો

  1. જે પાછલા દોઢ મહિનામાં કોરોના સંક્રમિત બન્યા હોય. તેમણે હાલ વેક્સીન ન લેવી જોઈએ.
  2. તમે પ્રથમ ડોઝ જે કંપનીનો લીધો હોય બીજો ડોઝ પણ તે જ કંપનીનો લેવો જોઈએ. ઉદાહરણ તરીકે જો પહેલો ડોઝ કોવિશિલ્ડનો લીધો તો બીજો પણ તેનો જ લેવો જોઈએ.
  3. રસીકરણ માટે શક્ય તેટલો આરામ કરવો જોઈએ.
  4. ભૂખ્યા પેટે રસી લેવી જોઈએ નહીં.
  5. રસી લીધા બાદ જો કોઈ ગંભીર આડઅસર થાય તો ત્યાર બાદનો ડોઝ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.
  6. જે લોકો કોઈ પણ દવાની એલર્જીની સમસ્યાથી પીડાતા હોય, તેઓએ રસીનો ડોઝ લેવો જોઈએ નહીં.
  7. ગર્ભવતી મહિલાએ પણ ડોઝ ના લેવો જોઈએ.
  8. તમે લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા હોવ અથવા અન્ય બીમારીની દવા ચાલુ હોય તો આ અંગે સ્વાસ્થ્ય કર્મચારીઓને જણાવવું જોઈએ.
  9. રસી લેવાને લઈને કોઈ પ્રકારે તણાવમાં ન રહો એકમદ સહજ રહો.
  10. ડાયાબિટિઝ અને બ્લડ પ્રેશરના દર્દીએ રસી લેતા પહેલા સુગર અને બ્લડ પ્રેશરને સામાન્ય સ્તરે લઈ જવાની જરુરિયાત હોય છે.
  11. કેન્સરના દર્દીઓ તેમાં પણ ખાસ કરીને જેમની કિમિયોથેરાપી થઈ છે. તેમણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને માનવી જોઈએ.

કોરોના વેક્સિન લીધા બાદ ધ્યાનમાં રાખવાની બાબતો

  1. રસી લીધા બાદ વેક્સીન સેન્ટરમાં ત્યાં સુધી જરુર રોકાવ જ્યાં સુધી તમને જવાની મંજૂરી આપવામાં ના આવે.
  2. સેન્ટર પર તમને એટલા માટે રોકવામાં આવે છે કે તેનાથી જાણી શકાય કે તમને કોઈ સાઇડ ઇફેક્ટ તો નથી થતીને.
  3. જે જગ્જ્યાંયાએ તમને વેક્સિન આપવામાં આવે છે ત્યાં થોડો સોજો આવવો અને શરીરમાં હળવો તાવ આવવો સામાન્ય છે. રસી લીધા પછી સોજો ચડે અને તાવ આવે તો જરા પણ ડરો નહીં. ઘણા કિસ્સામાં થોડી ઠંડી લાગવી અને થાક પણ લાગી શકે છે. આ બધા જ સામાન્ય લક્ષણો છે.
  4. કોરોના રસી પણ શરીરમાં કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા માટેની શક્તિ ઉત્પન્ન કરે છે. એવું સમજવું જોઈએ નહીં કે તમે વેક્સિન લગાવી લીધી બાદ કોરોના થશે જ નહિ.
  5. કોઈપણ વેક્સિન આપણી રોગપ્રતિકારક શક્તિ નવા રોગો સામે લડવામાં મદદ કરે છે.
  6. રસી લીધા બાદ પણ કોરોના સંક્રમણથી બચવા માટે નિશ્ચિત કરવામાં આવેલા નિયમોનું પાલન કરવું જોઈએ. જેમ કે માસ્ક પહેરવું, સામાજીક અંતર જાળવવું, ઉધરસ અથવા છિંક ખાતી વખતે સાવચેત રહેવું, હાથને સતત ધોતા રહેવું અથવા સેનેટાઇઝ કરતા રહેવું.
  7. રસી લીધા પછી પણ જો અમુક દિવસોની અંદર તમે કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા તો તમને પણ કોરોના સંક્રમણ થઈ શકે છે. કેમ કે રસી લીધા બાદ કોરોના વિરુદ્ધ રોગપ્રતિકારક શક્તિ તૈયાર થવામાં અમુક સમય લાગી શકે છે.

આશા છે મિત્રો કોરોના વેક્સિનેશન રજિસ્ટ્રેશન પ્રોસેસ કેવી રીતે કરવી તેમજ રસી લેતા પહેલા કઇ કઇ બાબતોનો ખ્યાલ રાખવો કોરોના વેક્સિન ક્યારે લઈ શકાય ક્યારે ના લેવી. આ તમામનો આપને ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ લેખ ગમ્યો હોય તો આ લેખને વધારેમાં વધારે લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.

Disclaimer : આ લેખ માત્ર આપની સાથે જાણકારી શેર કરવા પ્રસારિત કરવામાં આવ્યો છે. તેમને મેડિકલ સલાહ ના રૂપમાં ના લેવા વિનંતી. વધારે વિગત માટે તમારા નજીકના ડોક્ટરની જરૂર સલાહ લો.

આવા જ પ્રકારના આરોગ્ય વિષયક સમાચાર, Guideline અને મહત્વની માહિતી થી અપડેટ રહેવા માટે અમને નીચે આપેલ સોશિયલ હેન્ડલ પર  ફોલો કરવાનું ભૂલશો નહીં

જો તમને અમારા આ લેખ પસંદ આવતા હોય તો facebook / ટેલિગ્રામ અને whatsapp પર ફોલો કરવાનું ભુલશો નહિ ફરી મળીશું આવા જ આરોગ્ય વિષયક માહિતી સાથે.

Sharing

1 thought on “18 વર્ષ થી વધુ વયના લોકો માટે આજથી કોરોના વેક્સિનેશન રજિસ્ટ્રેશન શરૂ”

Leave a Comment