MPHW, FHW ભરતી અંગે મોટા સમાચાર

પંચાયત ગામ ગૃહ નિર્માણ ગાંધીનગર માં યોજાયેલ બેઠકના વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લેતાં આવનાર સમયમાં MPHW, FHW તેમજ આરોગ્ય ક્ષેત્રે મોટી ભરતી આવી શકે છે તેવું લાગે છે.

કોરોના ની બીજી લહેરથી શીખ લઈને અત્યારથી સરકાર એક્શનમાં આવી ગઈ છે. ત્રીજી લહેરને અટકાવવા માટે ગુજરાત સરકાર વિવિધ જગ્યાઓને ભરવા માટેની પંચાયત ગામ ગૃહનિર્માણ ગાંધીનગર માં યોજાયેલ 15-6-21 ની બેઠકમાં વિવિધ મુદ્દાઓની અંગે ચર્ચા કરવામાં આવી.

આ બેઠકમાં થયેલ ચર્ચાઓ ઉપરથી એવું સ્પષ્ટપણે કહી શકાય કે આવનાર સમયમાં તમામ વિભાગમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભરતી આવી શકે છે અને એક અનુમાન પ્રમાણે એવું પણ તારણ આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ઇલેક્શન છે જેમને લઈને પણ જાહેરાત થઇ રહી હોય. પરંતુ એ તો આવનાર સમયમાં જ જોવું રહ્યું કે કેટલી ભરતી આવશે.

છેલ્લા અંદાજે પાંચેક વર્ષથી જિલ્લા પંચાયત હસ્તક ની ઘણી જગ્યાઓમાં આરોગ્ય કર્મચારીઓની ભરતી કરવામાં આવેલ નથી. તેના અસંતોષને લઈને ઘણા જ બધા વિદ્યાર્થીઓએ વિવિધ જિલ્લાઓ અને તાલુકામાં આવેદન આપીને સરકારશ્રીને રજૂઆત કરી છે.

હાલ COVID રોગચાળાની પરિસ્થિતિને ધ્યાને લઇને ઘણા જ વિદ્યાર્થીઓ બેરોજગાર છે તો તેમને રોજગારી પણ મળી રહે અને COVIDની ત્રીજી લહેર ની તૈયારી ને ધ્યાનમાં લઈને તેને અટકાવવા માટે આરોગ્યક્ષેત્રે તમામ જગ્યાઓ સત્વરે ભરાય તે પણ જરૂરી છે.

મહેકમની મંજૂરી : વિભાગ ખાતે મેકમ પૈકી ખાલી રહેલ સેકશન અધિકારી તથા નાયબ સેક્શન અધિકારી ની ખાલી જગ્યાઓ ભરવા માટે પૂરતી સંખ્યામાં શિક્ષણ અધિકારી તથા નાયબ સેક્શન અધિકારી આ વિભાગમાં ફાળવી આપવા સુચના આપવામાં આવી

આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે : આઉટસોર્સિંગથી ભરવામાં આવેલ કર્મચારીઓને આઉટસોર્સિંગ એજન્સી દ્વારા લઘુતમ વેતન દરના કાયદા મુજબ મહેનતાણું ચૂકવવામાં આવે તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી.

વધારે વાંચો : વેક્સિન સર્ટિફિકેટ માં ભૂલ કેવી રીતે સુધારવી

MPHW – FHW ભરતી આવવાની શક્યતા બતાવતા મુદ્દાઓ

પંચાયત વર્ગ-૩ માટે :

  1. પંચાયત સંવર્ગ – 3 ના ભરતી નિયમોમાં વર્તમાન પરિસ્થિતિ સંજોગો મુજબ ભરતી નિયમો અદ્યતન કરવાના થતા હોય તો તે અંગેની દરખાસ્ત તૈયાર કરી રજુ કરવામાં આવે તે અંગે ચર્ચા.
  2. અધિક મુખ્ય સચિવ શ્રી દ્વારા જિલ્લા પંચાયત દ્વારા થતી એડહોક ભરતી નું ઓનલાઇન પોર્ટલ મારફત વિકાસ કમિશનર શ્રી ની કચેરી દ્વારા મોનીટરીંગ કરવામાં આવે તેની વ્યવસ્થા ગોઠવવા અંગેની ચર્ચા.
  3. પંચાયત વર્ગ-૩ હેલ્થ કેર જેવી કે મુખ્ય સેવિકા, FHW, MPHWની ખાલી જગ્યાઓ સત્વરે ભરાય તે હેતુથી વિદ્યા સહાયક યોજના ની જેમ ઉક્ત કેડરમાં પણ સહાય યોજના શરૂ કરવા અંગે વિચારણા હાથ ધરવા સૂચના આપવામાં આવ્યું.
  4. તમામ જિલ્લા પંચાયતો પાસેથી પંચાયત સંવર્ગના વર્ગ-૩ ની ખાલી જગ્યાઓની વિગત મેળવી 30/06/2020 સુધીમાં તમામ ખાલી જગ્યાઓ નું માંગણી પત્રક વિકાસ કમિશ્નરશ્રીની કચેરી દ્વારા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ને મોકલી આપવા સૂચના આપવામાં આવી છે. તથા ખાલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા 31/12/2021 સુધીમાં પૂર્ણ કરવા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ને સૂચના આપવામાં આવી આ ઉપરાંત ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ની વેબસાઈટ બનાવવા અંગેની કામગીરી સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અધિકારી ને સૂચના આપવામાં આવી. વેબસાઇટ બનાવવા અંગેની કામગીરી પૂર્ણ થયેથી 1/7/2021 ના રોજ વેબસાઇટ લોન્ચ કરવાની રહેશે.
  5. પંચાયત વર્ગ-૩ આંતર જિલ્લા ફેર બદલી અંગેના નવા સૂચિત નિયમો અંગેની દરખાસ્ત રજુ કરવા સૂચના આપવામાં આવી.
  6. સરકારના કેટલાક વિભાગો હસ્તકની કચેરીમાં પંચાયત વર્ગ-૩ ની જગ્યાઓ માંથી પ્રતિનિયુક્તિ થી ભરવામાં આવતી હોવાથી સંબંધિત વિભાગો પાસેથી આવી જગ્યાઓની માહિતી મેળવી રિવાઇઝ કરવા અંગેની દરખાસ્ત તૈયાર કરવા જણાવેલ.
  7. પંચાયત વર્ગ-૩ ના ફિક્સ પગાર પરના કર્મચારીઓ ની અપીલ ની કામગીરી માં સત્તા સોપણી અંગે વિચારણા કરી દરખાસ્ત રજુ કરવા અંગે સુચના આપવામાં આવી.
  8. રાજ્યની તમામ જિલ્લા પંચાયત પાસેથી હાલમાં ફરજ બજાવતા હોય હાલમાં પંચાયતને ઉપયોગી હોય તેવા રોજમદાર ની યાદી મંગાવી આવા તમામ રોજમદારોને રેગ્યુલરાઈઝ કરવામાં આવે તો સરકારને કેટલું નાણાકીય ભારણ થશે તે અંગે વિગત સાથે legal opinion મેળવી રોજમદારોને રેગ્યુલર કરવા અંગેની વિચારણાં કરવા દરખાસ્ત રજુ કરવા સૂચના આપવામાં આવી.

વધારે વાંચો : IDSP S form ઓનલાઇન એન્ટ્રી કેવી રીતે કરવી

પંચાયત ગ્રામ ગૃહનિર્માણ ની બેઠકમાં ચર્ચા થયેલ તમામ મુદ્દાઓનો પરિપત્ર ની લીંક નીચે આપેલ છે જેના પર જઇને આપ તમામ મુદ્દાઓ વાંચી શકો છો.

આશા છે મિત્રો આ લેખ તમને પસંદ આવ્યો હશે, આ લેખથી તમે કંઈક જાણ્યું છે અને તમને ઉપયોગી થયો છે તો તમારા મિત્રો જોડે આ લેખને જરૂર શેર કરો. સાથે જ આરોગ્ય વિશે સૌથી પહેલા માહિતી મેળવવા અમને ટેલિગ્રામ, facebook અને અને whatsapp ગ્રુપમાં ફોલો કરી શકો છો ફરી મળીશું આવાજ ઉપયોગી લેખ સાથે.

Sharing

4 thoughts on “MPHW, FHW ભરતી અંગે મોટા સમાચાર”

Leave a Comment