LTC માર્ગદર્શિકા | LTC Guide | રજા પ્રવાસ / વતન પ્રવાસ યોજના માર્ગદર્શન

નમસ્કાર મિત્રો આજના આ લેખમાં તમામ સરકારી કર્મચારીઓ માટે સરકારશ્રી દ્વારા LTC Guide બહાર પાડવામાં આવેલ છે તેની વિશે વાત કરવાના છીએ આ લેખ પૂરો વાંચી લીધા બાદ LTC કે રજા પ્રવાસ / વતન પ્રવાસ યોજના વિશે તમારા કોઈ પણ સવાલ નહી રહે તો આ લેખ પૂરો ધ્યાનથી વાંચો.

LTC કેલ્ક્યુલેટર માટે 15 સેકન્ડ ની રાહ જુઓ અને નીચેના બટન પર ક્લિક કરો

નમસ્કાર મિત્રો આ લેખમાં આપણે તમામ સરકારી કર્મચારીઓ માટે સરકારશ્રી દ્વારા કોવિડ મહામારી ના કારણે LTC મુદતમાં વધારો કરવા બાબત તેમજ રજા પ્રવાસ રાહત યોજનાની અવેજી માં જે રોકડ પેકેજ જાહેર કરેલ છે તેના નિયમો વિશે વાત કરશું.


આ સિવાય LTC વિશેની તમામ વાતો જે તમે નથી જાણતા એ તમામ વાતો વિશે અહીં ચર્ચા કરીશું જેમ, LTC માટેના નિયમો, LTC માટેની સરળ સમજૂતી, LTC ખરીદી બિલ અંગે માહિતી, LTC અરજી કેવી રીતે કરવી, અરજી ફોર્મ માર્ગદર્શિકા વગેરે

LTC માટેના નિયમો

રજા પ્રવાસ રાહત / વતન પ્રવાસ રાહત યોજના અનુસંધાનમાં ખરેખર મુસાફરી કરવાના વિકલ્પ નીચે જણાવેલ શરતોને આધીન ખાસ રોકડ પેકેજ યોજના જાહેર કરવામાં આવે છે .

1. જે કર્મચારીઓ દ્વારા બ્લોક વર્ષ ૨૦૧૬-૧૯ નો લાભ ભોગવી લેવામાં આવેલ છે તેઓને આ ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં .2. આ યોજના બ્લોક વર્ષ ૨૦૨૦-૨૩ માટે લાગુ પડશે નહીં

3. ખાસ રૌકડ પેકેજ યોજના અંતર્ગત રજા પ્રવાસ રાહત પેશગી મળવાપાત્ર થશે નહીં .

4. ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ લેવા ઇચ્છુક કર્મચારીઓના કિસ્સામાં , કર્મચારી દ્વારા રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત નિયમોનુસાર મળવાપાત્ર થતી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતરની રકમ જેટલો કે તેથી વધુ ખર્ચ કરવામાં આવે તો જ , તે રજાનું રોકડમાં રૂપાંતરની મળવાપાત્ર થતી રકમ ગણતરીમાં લેવાની રહેશે. સદરહુ રજાઓને એલટીસી અંતર્ગત રજાનું રોકડમાં રૂપાંતર કરવા બાબતમાં મળવાપાત્ર રજાઓમાં ગણતરીમાં લેવાની રહેશે.


5. આ યોજના અંતર્ગત સુચિત રજા પ્રવાસ રાહતનું ભાડુ નીચે જણાવ્યા મુજબ મંજુર કરવાનું રહેશે.

અધિ કારી ક્રમચારીની કક્ષા પ્રત્યેક કર્મચારીના કિસ્સામાં મુસાફરી અંગે સુચિત ભાડુ ( સંપૂર્ણ ભાડુ )
છઠ્ઠા પગારપંચ મુજબ રૂ . ૭૬oo / – ગ્રેડ પે કે તેથી વધુ ગ્રેડ પે મુજબનો પગાર ધરાવતા રૂ.૨૦.૦૦૦/-
છઠ્ઠા પગારપંચ મુજબ રૂ . ૭૬oo / – ગ્રેડ પે કરતા ઓછો ગ્રેડ પે મુજબનો પગાર ધરાવતા રૂ.૬૦૦૦/-

6. ઉપર જણાવેલ ભાડાની સુચિત રકમ કરતા કર્મચારી દ્વારા ૩ ( ત્રણ ) ગણો ખર્ચ કરવામાં આવે તો , સુચિત ભાડાની રકમ મળવાપાત્ર બનશે .

7. રજાનું રોકડમાં રૂપાંતર અને સૂચિત ભાડાની રકમની પાત્રતા માટે , કર્મચારી દ્વારા GST રજીસ્ટર્ડ વેપારી / સેવા પુરી પાડનાર પાસેથી , ૧૨ % થી ઓછો GST દર ન હોય તેવી કોઇ વસ્તુ ખરીદ કરવામાં સેવા મેળવવામાં આવેલ હોય અને તે પરત્વેનું ચુકવણું શક્યતઃ ડીજીટલ માધ્યમ દ્વારા કરવામાં આવેલ હોય તેમજ GST નંબર અને ચુકવેલ GSTની રકમ દર્શાવતું ચલણ મેળવેલ હોય તે ધ્યાને લઇ , ( ૧ ) રજાનું રોકડમાં રૂપાંતર જેટલી રકમ અને ( ૨ ) સુચિત ભાડાથી ત્રણ ગણી રકમનો ખર્ચ કરવાનો રહેશે .

8. કર્મચારીને મળવાપાત્ર રકમનું ચુકવણુ સદરહુ પેકેજની કુલ રકમ ( LTC માટે મળવાપાત્ર રજાનું રોકડમાં રૂપાંતર અને સુચિત ભાડુ ) અથવા આ સાથે સામેલ પરિશિષ્ટ – A મુજબના ઉદાહરણમાં દર્શાવ્યા મુજબના ખર્ચની મર્યાદામાં મળવાપાત્ર થશે .
જે કર્મચારીનાં કિસ્સામાં રજાનું રોકડમાં રૂપાંતરનો લાભ મેળવ્યા સિવાય ખાસ રોકડ પેકેજનો લાભ મળવાપાત્ર બનતો હોય , તે કિસ્સામાં આ સાથે સામેલ પરિશિષ્ટ – B મુજબની મર્યાદામાં રકમ મળવાપાત્ર થશે .

9. સદરહુ યોજના અંતર્ગત પરિશિષ્ટ- A મુજબના ઉદાહરણમાં દર્શાવ્યા મુજબના જે તે કર્મચારીને મળવાપાત્ર રજાનું રોકડમાં રૂપાંતરની રકમ ( A ) હોય , તેમજ તેમને મળવાપાત્ર સુચિત ભાડાની રકમ ( B ) ધ્યાને લેતા , જે તે કર્મચારી દ્વારા જો રજાનું રોકડમાં રૂપાંતરની રકમ ( A ) અને મળવાપાત્ર સુચિત ભાડાની ત્રણ ગણી રકમ ( 3XB ) જેટલો ખર્ચ કરવામાં આવે તો સદરહુ પેકેજ યોજના અંતર્ગત મહત્તમ રકમ એટલે કે રજાનું રોકડમાં રૂપાંતરની રકમ ( A ) અને મળવાપાત્ર સુચિત ભાડાની રકમ ( B ) જેટલી રકમ મળવાપાત્ર થશે.

10. જે કિસ્સામાં રજાનું રોકડમાં રૂપાંતરની રકમ ( A ) અને મળવાપાત્ર સૂચિત ભાડાની ત્રણ ગણી રકમ ( 3XB ) કરતાં ઓછો ખર્ચ કરવામાં આવે તે કિસ્સામાં આ સાથે સામેલ ઉદાહરણ ( પરિશિષ્ટ- A ) મુજબ પ્રોપોર્શન ધોરણે રકમ મળવાપાત્ર રહેશે .

11. સદરહુ પેકેજ યોજનાનો લાભ તા . ૩૧/૩/૨૦૨૧ સુધીમાં લેવાનો રહેશે અને આ બાબત પરત્વેના દાવાઓ શક્યત : તા . ૩૧/3/૨૦૨૧ સુધીમાં સરભર કરવામાં આવે તે જોવાનું રહેશે

12. પ્રવર્તમાન નિયમોનુસાર રજાનું રોકડમાં રૂપાંતરના કિસ્સામાં ટીડીએસ લાગુ પડે છે . સદરહુ પેકેજ યોજના અંતર્ગત સુચિત ખરેખર કરેલ મુસાફરીના બદલે એલટીસી ભાડુ સરભર કરવાનું નિયત કરવામાં આવેલ હોવાની બાબત ધ્યાને લેતાં , સદરહુ રજાનું રોકડમાં રૂપાંતરની રકમ આવકવેરાના હેતુ માટે ગણતરીમાં લેવાની રહેશે નહીં તેમજ સુચિત એલટીસી ભાડાને સરભર કરતા સમયે ટીડીએસની કપાત કરવાની રહેશે નહીં.

13. સદરહુ પેકેજ યોજનાનો લાભ લેવા માટે કર્મચારીએ ફરજીયાતપણે રજાનું રોકડમાં રૂપાંતર અને એલટીસી ભાડુ બન્નેનો લાભ લેવાનો રહેશે અને તો જ આ પેકેજનો લાભ મળવાપાત્ર થશે.

LTC માટેની સરળ સમજૂતી

1. જેને એલ.ટી.સી બ્લોક 2016- 19 નો લાભ લીધેલ છે તેમને મળવાપાત્ર નથી.

2. ૧૯૮૯ પછી નોકરી માં દાખલ થયેલ કર્મચારી જેને બેથી વધુ સંતાન હોય તો તેમને એલટીસીનો લાભ મળવાપાત્ર નથી.

3. જે કર્મચારીને એલટીસી બાબતે અગાઉ સજા થઈ હોય તો તેમને આ લાભ મળવાપાત્ર નથી

4. 12.2018 પહેલા ફુલ પગાર મળ્યો હોય તેવા કર્મચારીને આ લાભ મળવાપાત્ર છે.

5.મતલબ કે કર્મચારી કાયમી થયા બાદ એક વર્ષ પૂર્ણ થયું હોવું જોઈએ બીજી રીતે કહીએ તો ૬ વર્ષ કાયમી ના પૂર્ણ થયા બાદ એલટીસી મળવાપાત્ર છે.

6 ૫૦૦ રૂપિયા કરતાં ઓછી વાર્ષિક આવક ધરાવતા વ્યક્તિ જ આશ્રિત ગણી શકાય.

7. એલટીસીનો લાભ ૪ વ્યક્તિ સુધી મળી શકે છે આ ચાર વ્યક્તિ એક કર્મચારી પોતે અને અન્ય ત્રણ તેને આશ્રિત હોવા જોઈએ.

8. કુલ ચાર વ્યક્તિઓને મળવાપાત્ર છે, જેમાં બે જણા પોતે પતિ પત્ની, બે બાળકો.

9. પાંચ વ્યક્તિ ને તો જ મળવાપાત્ર છે જેમ કે તેમના માતા પિતા જેવો ની  ૫૦૦ રૂપિયાથી ઓછી આવક હોય અને તેમને આશ્રિત હોય તો જ મળવાપાત્ર છે અન્યથા ૪ વ્યક્તિને જ ગણવા.

10. પતિ-પત્ની બંને સરકારી કર્મચારી હોય તો પણ તેમને એલટીસીનો લાભ મળવાપાત્ર છે

11. એલ.ટી.સી.માં જનારની સેવાપોથી માંથી 10 રજા ઉધારવામાં આવે છે..

12. આ દસ રજાનુ છઠ્ઠા પગાર પંચ મુજબ રોકડ માં રૂપાંતર આપવામાં આવે છે..

13. જે કર્મચારી ને કુટુંબ માં ૪ વ્યક્તિ હોય તો 4* 6000 =24000 રૂપિયા મળવાપાત્ર છે …

14. જે વ્યક્તિ ને કુટુંબમાં 3 વ્યક્તિ છે તેમને 36000=18000 મળવા પાત્ર છે… 24000 થી વધુ કોઈ સંજોગો માં મળી શકે નહિ..

15. એટલે કે 24000 + 10 દિવસ નો પગાર મળવાપાત્ર છે..

16.આ એલ. ટી.સી. ફરવા જવાનું નથી..

17. દસ દિવસ ની રજા સર્વિસ બુક માંથી ઓછી થાય પણ ફરજ પર તો આવવું જ પડે.. ઘણા મિત્રો એવું માને કે ૧૦ દિવસ રજા …પણ આવી કોઈ રજા મળવા પાત્ર નથી…રજા રોકડમાં મળે છે એટલે રજા ઓછી થાય છે..

LTC ખરીદી બિલ અંગે માહિતી

1. આ રકમ તો જ મળવા પાત્ર છે જો 10 દિવસ ના પગાર જેટલું ખરીદી નું બિલ હોય તેમજ 240003=72000 ની ખરીદી નું બિલ હોય..

2. આ બિલ માં 12% કરતા વધુ જીએસટી કપાયેલ હોવુ જોઇએ

3. આ રકમ ની ચુકવણી રોકડ માં થયેલ ન હોવી જોઈયે.

4. બિલ માં કાપેલ 12% જીએસટી બિલ વાળી પેઢી કે દુકાન જો જીએસટી ભરે તો જ આ રકમ મળવા પાત્ર છે..કોઈ ફ્રોડ જીએસટી નંબર ધરાવતી પેઢી ના બિલ પરથી એલ.ટી.સી ની રકમ મળી શકે નહિ..

5. ટોટલ રકમ નું એક જ બિલ હોય તો ચાલે.

6. ટોટલ રકમ ના અલગ અલગ બિલ હોય તો પણ ચાલે

7. બિલ માં નામ જે તે કર્મચારી નું જ હોવું જોઈએ..

8. રજા રોકડ નો લાભ લેવો ફરજિયાત છે.

9. કોઈ વ્યક્તિ ને કુટુંબ ના 4 વ્યક્તિ હોય તો તેને 4*6000=24000 મળવા પાત્ર થાય જો તે 72000 ની ખરીદી કરે.

10. ખરીદી 72000 કરતા ઓછી હોય , ધારો કે 30,000 ની હોય તો 10,000 એટલે કે ખરીદી ની રકમ નો તીજા ભાગ ની રકમ મળવા પાત્ર છે…

LTC અરજી કેવી રીતે કરવી

1. સર્વ પ્રથમ તાલુકા માં અરજી કરવી..અરજીનો નમુનો અને માર્ગદર્શિકા લિંક નીચે આપેલ છે જરૂર હોય તો ડાઉનલોડ કરી શકો છો.એની સાથે ક્યાં documents જોડવા તે પણ અરજી માં લખેલ હશે..

2. રેશનકાર્ડ ફરજિયાત હશે..તેમાં તમામ ના નામ હોવા જરૂરી છે..18 વર્ષ કરતા મોટી ઉમર ના બાળકો હોય તો સંપૂર્ણ આશ્રિત હોવા જોઈયે..એ બાબત નું લખાણ અરજી સાથે રજૂ કરવું…

3. કર્મચારીની અરજી ના આધારે તાલુકા માંથી એલ ટી સી મંજૂરી નો આદેશ કરવામાં આવશે..

4.  ખરીદી નું બિલ આ આદેશ ની તારીખ પછી નું અને 31.3.21 પેલા નું હોવું જોઈએ..

5. બિલ ની નકલ તાલુકા માં જમાં કરાવ્યા બાદ 10 દિવસ નો રજા રોકડ નો આદેશ કરવામાં આવશે.

6. ઓફિસના ક્લાર્ક દ્વારા બિલ બનાવી પગારબીલ સાથે તાલુકા માં રજૂ કરવામાં આવશે.

7. ત્યાર બાદ જ્યારે પગાર સાથે વધુ ગ્રાન્ટ આવશે ત્યારે પગાર ની સાથે આ રકમ કર્મચારીને ચૂકવવામાં આવશે..

8. જરૂર પડશે તો અસલ બિલ મગવવામાં આવશે..

9. બેંક સ્ટેટમેન્ટ અથવા બેંક પાસ બુક ની નકલ ખાસ રજૂ કરવી પડશે..જેથી ખરાઈ કરી શકાય કે ડિજિટલ પેમેન્ટ થયેલ છે કે નહીં.

જો તમને આ મારા લેખ પસંદ આવતા હોય તો અમને facebook / ટેલિગ્રામ અને અમારે વેબસાઇટ પર ફોલો કરવાનું ભુલશો નહિ ફરી મળીશું આવા જ આરોગ્ય વિષયક માહિતી સાથે.

Sharing

Leave a Comment