IDSP S form ઓનલાઇન એન્ટ્રી કેવી રીતે કરવી | How to data entry of IDSP S Form 7 Step

નમસ્કાર મિત્રો આજે આપણે IDSP S form ની ઓનલાઈન ડેટા એન્ટ્રી કેવી રીતે કરવી તેમજ IHIP/IDHP એપ્લિકેશનમાં લોગીન અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, તમારી પ્રોફાઈલ કેવી રીતે અપડેટ કરવી અને IHIP ની વેબસાઈટ પર જઈને કેવી રીતે IDSP S form ભરી શકાય તે તમામ વિગત જોઈશું.

How To Data Entry of IDSP S Form

હમણાં જ એક દિવસ પહેલાં ઘણા બધા જિલ્લામાં IDSP S form ડેટા એન્ટ્રી કરવા માટેના લેટર થયા છે. આ લેટર માટે ક્લિક કરો અને જે જે પણ જિલ્લામાં લેટર થયા છે તે જિલ્લાનું નામ કોમેન્ટ બોક્ષ માં લખવાનું ભૂલશો નહીં.

S form ની ઓનલાઈન ડેટા એન્ટ્રી કેવી રીતે કરાય તે સમજતા પહેલા IDSP અને  isdc ના IHIP Full Form વિશે જાણી લેવું પણ જરૂરી છે.

IHIP And IDSP Full Form

IHIP Full Form : Integrated Health Information Platform

IDSP Full Form : Integrated Disease Surveillance Programme

IDSP S Form Online Entry Step

S Form ઓનલાઇન એન્ટ્રી માટે તમને જણાવી દઉં કે S Form મોબાઇલ એપ્લિકેશન માં ડેટા એન્ટ્રી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ હાલ મોબાઇલ એપ્લિકેશન માં ફોર્મ ભરવા માટેનો કોઈ ઓપ્શન મને મળેલ નથી.

આ લેખમાં હું તમને મોબાઈલ માંથીજ Google Chrome બ્રાઉઝર નો ઉપયોગ કરીને કેવી રીતે S Form ભરી શકાય તે જણાવીશ, જ્યારે પણ મોબાઈલ એપ્લીકેશન S Form ભરવાની  માહિતી અપડેટ કરવામાં આવશે તો તુરતજ તેની વિશે વાત કરશું. તો આવો S Form કેવી રીતે ભરી શકાય તે જાણી લઈએ.

1.સૌથી પહેલા IHIP ની વેબસાઈટ ને ઓપન કરો. 

ખાસ નોંધ : તમે આ વેબસાઇટને તમારા લેપટોપ,PC, ટેબ્લેટ અથવા તો મોબાઇલમાં ખોલીને પણ S Formમ ની એન્ટ્રી કરી શકો છો

Integrated Health Information Platform

      2. ત્યારબાદ આ વેબસાઇટમાં જમણી બાજુ Sign In લખેલું દેખાશે તેના પર ક્લિક કરો 

integrated health information platform ihip login3. Sign In બટન પર ક્લિક કર્યા બાદ તમારી સામે યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરવાના બે બોક્સ આવશે, ઓફિસ તરફથી આપને જે પણ યુઝરનેમ અને પાસવર્ડ આપવામાં આવ્યા હોય તે અહીં દાખલ ત્યારબાદ નીચે તમને એક નંબર લખેલા જોવા મળશે આ નંબર ની નીચે કેપ્શન કોડ એન્ટર કરવા માટેનું  બોક્સ હશે તેમાં આ નંબર એન્ટર કરી સાઇન-ઇન બટન પર ક્લિક કરો.

Integrated Disease Surveillance Programme

4. સાઇન-ઇન બટન પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક નોટિસ આવશે જેમાં આપને કહેવામાં આવે છે કે આ ગવર્મેન્ટની ડેટા પોર્ટલ છે જેમનો ખોટો ઉપયોગ કરવો તે કાયદેસરનો ગુનો બને છે ગવર્મેન્ટ કર્મચારી સિવાય જો કોઈ પણ વ્યક્તિ આ માહિતીનો દુરપયોગ ઉપયોગ કરે છે અથવા ખોટી માહિતી દાખલ કરે છે તો તેના પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે એવી નોટિસ જોયા બાદ Accept બટન પર ક્લિક કરો.

how to ihip login

5. ત્યારબાદ ઘણા જ બધા મેનુ જોવા મળશે જેમકેHome, About અને Forms જેમાંથી ફોર્મ ઉપર તમારે ક્લિક કરવાનું છે.

IHIP suspected cases form

6. ત્યાર બાદ S Form (Suspected Cases Form) એવું લખેલું જોવા મળશે તેના પર ક્લિક કરો

idsp S form fill up process

7. તેના પર ક્લિક કર્યા બાદ વિલેજ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે તેમાં તમારું  જે પણ રિપોર્ટિંગ માટેનું ગામ હોય તે સિલેક્ટ કરો.

idsp S form fill up process selective village

8. ગામ પસંદ કરી લીધા બાદ આપની સામે IDSP S Form આવી જશે જેમાં તમારે તમારી વિગત ભરવાની રહેશે.

IHIP idsp S form

આમ મિત્રો માત્ર 8 સ્ટેપમાં આરામથી તમારા S Formની  ઓનલાઈન ડેટા એન્ટ્રી કરી શકશો અને હા જો આ લેખથી તમને ખ્યાલ ના આવ્યો હોય તો નીચે વિડિયો ને પણ લિંક કરેલો છે આ વીડિયો જોઈને પણ તમે આસાનીથી S Formની  ડેટા એન્ટ્રી કરી શકશો.

S Form ઓનલાઇન એન્ટ્રી વીડિઓ 

આવા જ પ્રકારના આરોગ્ય વિષયક સમાચાર, Guideline અને મહત્વની માહિતી થી અપડેટ રહેવા માટે અમને નીચે આપેલ સોશિયલ હેન્ડલ પર  ફોલો કરવાનું ભૂલશો નહીં

 

 

 

Sharing

Leave a Comment