ફ્રન્ટલાઈન વોરિયર ની કોરોના સારવાર માટે રિઝર્વ રાખવામાં આવશે બેડ

હાલ વિશ્વમાં ફેલાયેલ કોરોના મહામારી covid-19 ના કારણે વિશ્વના તમામ લોકો પર અસર જોવા મળી રહી છે. હાલ એવી પરિસ્થિતિ છે કે ગમે તેટલા પૈસા હોય ખિસ્સા માં પડ્યા રહે છે, પરંતુ સારવાર માટે બેડ મળતો નથી.

જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હોય અને આ મહામારીમાં પોતાના અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સતત કાર્ય કરી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર  માટે ભાવનગર જિલ્લામાંથી એક સારા સમાચાર આવી રહ્યા છે.

ભાવનગર જિલ્લા પંચાયત ખાતે એક બોડીનું નિર્માણ કરવામાં આવ્યું છે.આ બોડીના નિર્માણ પાછળનો મુખ્ય હેતુ ફ્રન્ટલાઈન વોરિયર જેવો આ મહામારીમાં સતત દિવસ અને રાત કાર્ય કરી રહ્યા છે એમની માટે ઈન્જેકશન, દવાઓ ,ઓક્સિજન,વેન્ટિલેટર બેડ અને આવશ્યક સુવિધાઓ મળી રહે તે છે.

કોનો કોનો સમાવેશ કરવામાં આવ્યો છે

વિશ્વમાં ફેલાયેલો કોરોનાવાયરસ રોગ અન્વયે જિલ્લામાં હાલની સ્થિતિએ કોરોના ખૂબ જ વધી રહ્યો છે. હાલ જિલ્લામાં કોરોના દર્દીઓનાં દેખરેખ અંગે જરૂરી નિયંત્રણો તેમજ મેડીકલ ફેસીલીટી ને લગત કામગીરીમાં જિલ્લા પંચાયત ભાવનગર તેમજ તેમના તાબા હેઠળની તમામ કચેરીઓ ના કર્મચારી તેમજ આઉટસોર્સ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ તેમજ તેમના બ્લડ રિલેશન ધરાવતા (માતા-પિતા,પતિ-પત્ની અને બાળકો) વગેરે નો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત જિલ્લા પંચાયત તેમજ તેના તાબા હેઠળની કચેરીઓના વર્ગ -૩ , વર્ગ -૪ અને આઉટસોર્સ / કોન્ટ્રાકટ્યુઅલ કર્મચારીઓ કે જેઓનો માસિક પગાર ૨૦,૦૦૦ / – ( અંકે રૂપીયા વિશ હજાર ) કરતા ઓછો હોય તેવા કર્મચારીઓ પૈકી જો કોઇ કર્મચારીને તેમજ તેમના બ્લડ રીલેશનને કોરોના પોઝીટીવ આવે તો તેઓને આ અંગે ખર્ચ પેટે રૂપિયા ૧,૦૦૦ / – ( અંકે રૂપિયા એક હજાર પુરા ) ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવશે .

Read More રેમડેસીવીર ઈન્જેક્શન ના ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શન

રકમ મેળવવા માટે નીચે મુજબની અરજી કરવાની રહેશે

  1. આ અરજી સાથે RTPCR / Antigen / CT scan રીપોર્ટ તેમજ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અને શાખા / કચેરીના વડાશ્રીનું પ્રમાણપત્ર જોડી જિલ્લા કક્ષાના કર્મચારીઓએ શાખાધિકારીશ્રી મારફત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી , જિ.પં , ભાવનગરને સંબોધીને તેમજ તાલુકા કક્ષાના કર્મચારીશ્રીઓએ તાલુકા વિકાસ અધિકારીશ્રીને સંબોધીને અરજી કરવાની રહેશે .
  2. બ્લડ રીલેશન વાળા દર્દીઓ માટે રાશન કાર્ડની નકલ જોડવાની રહેશે .
  3. આ ઉચ્ચક નાણાકીય સહાય તા .૦૧ / ૦૩ / ૨૦૧૧ બાદના દર્દીઓને જ મળશે .
  4. ઉક્ત રકમનું ચુકવણુ જિલ્લા કક્ષાએ આરૌગ્ય શાખા , જિ.પે. ભાવનગરએ કરવાનું રહેશે તેમજ તાલુકા કક્ષાનું ચુકવણુ તાલુકા પંચાયતએ કરવાનું રહેશે .
  5. આ અંગેનો ખર્ચ જિ.પે. સ્વભંડોળ ( ૫ ) જાહેર આરોગ્ય ( ૨ ) ડીઝાસ્ટર મેનેજમેન્ટ આકસ્મિક સંજોગોમાં કુદરતી આફત સમયે દવા અને સહાય ખર્ચના સદરે કરવાનો રહેશે .
  6. આ હુકમનો અમલ તાત્કાલીક અસરથી કરવાનો રહેશે.

કમિટીમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવેલ છે.

15 સેકન્ડ ની રાહ જુઓ અને નીચેના બટન પર ક્લિક કરો

આવા જ પ્રકારના આરોગ્ય વિષયક સમાચાર, Guideline અને મહત્વની માહિતી થી અપડેટ રહેવા માટે અમને નીચે આપેલ સોશિયલ હેન્ડલ પર  ફોલો કરવાનું ભૂલશો નહીં

જો તમને અમારા આ લેખ પસંદ આવતા હોય તો facebook / ટેલિગ્રામ અને whatsapp પર ફોલો કરવાનું ભુલશો નહિ ફરી મળીશું આવા જ આરોગ્ય વિષયક માહિતી સાથે.

Sharing

Leave a Comment