કોરોના વેક્સિન ભારતમાં ક્યારે આવશે, શું હશે કિંમત અને કેવી રીતે તમામ લોકો સુધી પહોંચશે

નમસ્કાર મિત્રો આ લેખમાં આપણે વાત કરશું કે કોરોના ની રસી ટૂંક સમયમાં જ તમામ લોકો સુધી પહોંચાડવાની સરકારે તૈયારીઓ શરુ કરી દીધી છે. આવા સમયમાં કેવા પ્રકારની તૈયારીઓ શરૂ છે, ઉત્પાદનની માટે કયા પગલાં લેવામાં આવી રહ્યા છે, કયા કયા લોકોની મદદ લેવામાં આવશે, વેક્સિન ની કિંમત કેટલી હશે અને શા માટે અમુક આરોગ્ય કર્મચારી પાસેથી સેવા લેવા છતાં તેમને ક્રેડીટ આપવાનું ભૂલી જાય છે આ તમામ વિગતો વિશે આ લેખમાં વાત કરશું.

કોરોના વેક્સિન ભારતમાં ક્યારે આવશે?

તો આવો મિત્રો આપણે વાત કરીએ કે કોરોના વેક્સિન ભારત ક્યારે આવશે અને કેવી રીતે તમામ લોકો સુધી પહોંચાડવાની સરકાર વ્યવસ્થા કરી રહી છે.

આપણા કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધન દ્વારા કોરોના રસી અંગે મહત્વની જાણકારી આપી

આ કોરોનાના સંકટ વચ્ચે આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને મંગળવારે જીઓએમ બેઠકમાં કહ્યું કે જાન્યુઆરી 2021 સુધી દેશમાં એક થી વધુ કંપનીઓને વેક્સિન આવી જશે. આજની બેઠકમાં વેક્સિન ઉપલબ્ધ અને તેના વિતરણ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દે ચર્ચા થઈ.

હર્ષવર્ધને કહ્યું કે જુલાઈ 2021 સુધી દેશના ૨૦ થી ૨૫ કરોડ નાગરિકોને વેક્સિન અપાઇ ચૂકી હશે, વેક્સિન સંભવિત ઉપલબ્ધતા જોતા નિષ્ણાતો તેના વિતરણની યોજના પર કામ કરી રહ્યા છે. જેથી પ્રાથમિકતા ધરાવતા વર્ગને વેક્સિન આપી શકાય આ સમગ્ર પ્રક્રિયા ની દેખરેખ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી રખાશે. દુનિયાના વિવિધ દેશો જેમ કે અમેરિકા કેવી રીતે વેક્સિન વિતરણનું આયોજન કરી રહ્યુ છે તે પણ અમે સમજી રહ્યા છીએ. અમારા નિષ્ણાંતોની ટીમ તેના પર નજર રાખી રહી છે.

વેક્સિન ની કિંમત શું હશે?

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ કહ્યું કે હાલ વેક્સિન ની કિંમત અંગે કશું કહી ન શકાય અને કંપની વ્યક્તિના ક્લિનિકલ ટ્રાયલ કરી રહી છે, એક થી વધુ કંપનીઓની વેક્સિન ભારતમાં આવે છે તો તેના બે ફાયદા થશે પહેલા વેક્સિન ની અછત નહીં સર્જાય અને બીજો તેની કિંમત પણ ઓછી હશે.

વેક્સિન વિતરણ અંગે સરકારનું આયોજન

વેક્સિન વિતરણ અંગે કેન્દ્રમાં વેક્સિન એડમિનિસ્ટ્રેશન કમિટી બનાવાઇ છે . તેના સબ – ગ્રૂપ બની ચૂક્યાં છે . તેમાં સતત તૈયારીઓ અંગે ચર્ચા થઇ રહી છે . રાજ્યો પાસેથી પણ સૂચનો મંગાવાયા છે કે તેઓ પહેલા કયા વયજૂથને વેક્સિન આપવા ઇચ્છે છે ?

વેક્સિન આ રીતે ગામેગામ પહોંચશે

▪️ નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં ઉપયોગમાં લેવાતી કોલ્ડ ચેન ઉપરાંત વેક્સિન આપતી ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે વાત કરાઇ ચૂકી છે . મતલબ કે પ્રાઇવેટ પ્લેયર્સની પણ મદદ લેવાશે .

▪️ કમિટીના વડા ડૉ.વી.કે .પોલે જણાવ્યું કે ઉપલબ્ધ સંસાધનો ઉપરાંત પણ જરૂર પડશે તેની સમીક્ષા કરીને તૈયારીઓ ચાલી રહી છે.

▪️ ડૉ.પોલનો દાવો છે કે અંતિમ વ્યક્તિ સુધી વેક્સિન પહોંચાડવામાં તકલીફ નહીં પડે , કેમ કે રસીકરણ કાર્યક્રમ વર્ષોથી ચાલી રહ્યા છે . જોકે , તેમાં અમુક જરૂરી સુધારા કરાઇ રહ્યા છે.

▪️ ઈલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક મજબૂત કરાઇ રહ્યું છે , જેથી દરેક કોલ્ડ સેન્ટર પર કેટલી વેક્સિન છે તે રિયલ ટાઇમમાં કંટ્રોલ રૂમમાં બેસીને જાણી શકાશે.

ઉત્પાદન વધારવા નિર્દેશ

▪️ જુલાઇ 2021 સુધીમાં 25 કરોડ લોકોને વેક્સિન આપવાની તૈયારી છે . દરેક વ્યક્તિને 2 ડોઝ આપવા 50 કરોડ સિરિન્જની જરૂર પડશે .

▪️ દેશમાં હાલ દર વર્ષે 0.5 મિ.લી.વાળી 100 કરોડ સિરિન્જ બને છે . જૂન , 2021 સુધીમાં ઉત્પાદન વધારીને 140 કરોડે પહોંચાડવા ઉત્પાદકો સાથે બેઠકો જારી છે.

▪️ દેશભરમાં 2 લાખ એએનએમ ( ઓક્ઝીલરી નર્સ મિડવાઇફરી ) , 9 લાખ આશા વર્કર અને અંદાજે 12 લાખ આંગણવાડી સેવિકાઓ છે . સરકાર તેમની મદદથી જ વેક્સિનેશન પ્રોગ્રામ ચલાવશે.

▪️ ભારત સિરિન્જ મામલે બીજા દેશોની જરૂરિયાતો પણ પૂરી કરે છે . તેથી કોરોના કાળમાં નિકાસ રોકવી પણ શક્ય નહીં હોય , સ્વાભાવિક છે કે ઉત્પાદન વધારીને જ સમસ્યા ઉકેલી શકાશે .

સરકાર અમુક આરોગ્ય કર્મચારી ને આ પ્રોગ્રામમાં નજર અંદાજ કરી રહી છે.

કોરોના વેક્સિન પાયાના તમામ લોકો અને ગામડાઓ સુધી પહોંચાડવા માટે સરકાર આશા બહેનો, એએનએમ, આંગણવાડી બહેનો દ્વારા મદદ લેવામાં આવશે પરંતુ આ વાતમાં મૂળ વાત એ છે કે ઘણા આરોગ્ય કર્મચારી જેમકે મેલ વર્કર જેમની પણ પાયાના લોકો સુધી આરોગ્ય સેવા પહોંચાડવા માટેની મહત્વની ભૂમિકા છે,

ઘણા બધા પ્રોગ્રામમાં સરકાર તેમની પાસેથી ખૂબ જ કામ લે છે પરંતુ તેમને ક્રેડીટ આપવાનું ભૂલી જાય છે તેવું લાગી રહ્યું છે અહીં ગુજરાતમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર MPHW ની એક ખૂબ જ પાયાની પોસ્ટ છે. દરેક વિસ્તાર સુધી ખૂબ જ સુવ્યવસ્થિત રીતે આરોગ્યની સેવા પહોંચાડી રહી છે.

તો આશા છે મિત્રો કે આપને ખ્યાલ આવી ગયો હશે કે કોરોના વેક્સિન ભારતમાં ક્યારે આવશે આ લેખ ગમ્યો હોય તો તમે અમને whatsapp, ટેલિગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો જ્યાં તમને આરોગ્યલક્ષી તમામ માહિતી અને સમાચાર મળતા રહેશે આભાર.

આવાજ આરોગ્યલક્ષી સમાચાર અને માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમને ટેલિગ્રામ અને ફેસબુક પર જરૂર ફોલો કરો.

Sharing

Leave a Comment