કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના પોઝિટિવ / Smriti Irani Tests Corona Positive

નમસ્કાર મિત્રો એક ખુબજ મોટા સમાચાર સામે આવ્યા છે. આપણા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તેની જાણકારી તેઓ તેમના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ ના માધ્યમથી આપી છે. તેમણે આ પોસ્ટમાં લખ્યું છે કે મારી માટે અત્યારે કયા શબ્દોમાં વર્ણન કરવું તે ખૂબ જ અઘરું છે, હું સમજાય તેવા સહેલા શબ્દોમાં કહી રહી છું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે.તેમને અપીલ છે કે તેઓ તાત્કાલિક પોતાનો રિપોર્ટ કરાવે.

અત્યારે હાલ સ્મૃતિ ઈરાની બિહારમાં હતા જેઓ ચૂંટણી પ્રસારની કામગીરી કરી રહ્યા હતા કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીને ગોપાલગંજ ચૂંટણી સભા કરી હતી.

ભાજપના ઘણા જ દિગ્ગજ નેતાઓ અને સ્ટાર પ્રચારક કોરોના પોઝિટિવ આ પહેલા પણ આવી ચૂક્યા છે જેમ કે કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી અને હવે અત્યારે સ્મૃતિ ઈરાની કોરોના પોઝિટિવ આવ્યા છે જેને લઇને ભાજપમાં ચિંતાનો માહોલ છવાઇ ગયો છે.

દેશમાં કોરોના ના અત્યાર સુધીમાં 1,20,000/- મોત થઇ ચૂક્યા છે રોજ સરેરાશ 800 લોકોના મોત થઇ રહ્યા છે પ્રથમ મોતથી આંકડો ૨૦,૦૦૦ સુધી પહોંચવામાં માત્ર એકસો પંદર દિવસ લાગ્યા રોજ સરેરાશ 173 લોકો જીવ ગુમાવી રહ્યા છે જેમાં સૌથી વધારે 14 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે નો સમયગાળો ખૂબ જ ખરાબ રહ્યો માત્ર ૧૮ જ દિવસમાં મોતનો આંકડો ૮૦ હજારથી 1 લાખ પર પહોંચી ગયો એટલે કે પ્રત્યેક દિવસે 1111 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

Sharing

Leave a Comment