ફીમેલ હેલ્થ વર્કર તથા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર નો બદલી કેમ્પ

નમસ્કાર મિત્રો mphw અને fhw માં ફરજ બજાવતા ભાઈઓ-બહેનો માટે સમાચાર આવી રહ્યા છે. જો તમે ભાવનગર જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છો તો ભાવનગર જિલ્લા આરોગ્ય શાખા હસ્તકના ફિમેલ હેલ્થ વર્કર તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ની બદલી કેમ્પનું આયોજન તારીખ 11-1-2021 ના રોજ સવારે ૧૧ કલાકથી જિલ્લા પંચાયત કચેરી ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે.

આ બદલી કેમ્પમાં પોતાની બદલી કરવા માંગતા ફીમેલ હેલ્થ વર્કર અને મલ્ટી પરપઝ હેલ્થ વર્કર એ ઉપર દર્શાવેલ તારીખના રોજ છેલ્લે બદલીના આદેશ સાથે હાજર રહેવા જણાવવામાં આવેલ છે.

દા: તરીકે ફિમેલ હેલ્થ વર્કર તથા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે જે સેન્ટર પર કાર્યરત હોય તે જગ્યા પર નો આદેશ તથા હાજર રિપોર્ટ સાથે લાવવાનો સદર કેમ્પ માં જણાવવામાં આવેલ છે.

જે પણ મલ્ટી પરપઝ હેલ્થ વર્કર અને ફીમેલ હેલ્થ વર્કર બદલી કેમ્પમાં હાજર નહીં રહે તેનો મતલબ એવો કે તેઓ બદલી કરવા માંગતા નથી. તેમ સમજવામાં આવશે.

બદલી કેમ્પની તારીખ : ૧૧/૦૧/૨૦૨૧

બદલી કેમ્પ સમય : સવારે ૧૧ કલાકથી

બદલી કેમ્પનું સ્થળ : જિલ્લા આરોગ્ય શાખા ભાવનગર

આશા છે ઘણી બધી મહત્વપૂર્ણ વાતો વિશે તમને જાણવા મળ્યું હશે. જો તમને આ મારા લેખ પસંદ આવતા હોય તો અમને facebook / ટેલિગ્રામ અને અમારે વેબસાઇટ પર ફોલો કરવાનું ભુલશો નહિ ફરી મળીશું આવા જ આરોગ્ય વિષયક માહિતી સાથે.

Sharing

Leave a Comment