ગુજરાત સરકારના કર્મચારી માટે વર્ષ 2021 નું રજા કેલેન્ડર

નમસ્કાર મિત્રો વર્ષ 2020 નું વર્ષ પૂરું થવાને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ ના રજા નુ કેલેન્ડર બહાર પાડેલ છે જેની અંદર કેટલી મરજીયાત રજાઓ છે કેટલી મુખ્ય જાવો છે તેની વિશે જોઇશું.

ગુજરાત સરકાર શ્રી દ્વારા વર્ષ ૨૦૨૧ ની સરકારી કચેરીઓ માટેની જાહેર રજાઓની યાદી બહાર પાડી છે. જેમની અંદર રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં 22 જાહેર રજાઓ છે અને 44 મરજીયાત રજા છે.

આ યાદીની જાહેર રજાઓમાં 5 રજા રવિવારે આવતી હોવાથી એનો સમાવેશ જાહેર રજાઓમાં કરવામાં આવ્યો નથી. જ્યારે મરજીયાત રજાઓ માં 8 રજા રવિવારના દિવસે આવતી હોવાથી એનો સમાવેશ મરજિયાત રજાના દિવસ જાહેર કર્યો નથી.

રવિવારના દિવસે આવતી જાહેર રજાઓ

રવિવારે આવનારી જાહેર રજાઓ ની વાત કરીએ તો મહાવીર જયંતી, સ્વાતંત્ર દિવસ, રક્ષાબંધન અને સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ આ ચાર રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી એને જાહેર રજાઓ ના લિસ્ટ માં સમાવેશ કરાયો નથી. જોકે શનિવારે આવતી ગાંધી જયંતિ. ભાઈ બીજ અને નાતાલના પર્વની રજાને 22 રજાના લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.

44 મરજીયાત રજાઓ

ગુજરાત સરકાર દ્વારા 44 મરજીયાત રજાઓ ને પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં 8 રજા રવિવારના દિવસે આવતી હોવાથી તેને મરજિયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી. સરકારી કર્મચારીઓ પોતાની પસંદગી પ્રમાણે ધાર્મિક બાધ વિના તહેવારના પ્રસંગોમાં વધુમાં વધુ બે મરજીયાત રજાઓ ભોગવી શકશે, જેના માટે કર્મચારીએ અગાઉથી લેખિત અરજી કરવી પડશે જેને યોગ્ય અધિકારી સરકારી કામકાજનું મહત્વ જોઈને મંજૂરી આપશે.

બેંકોમાં 16 રજા જાહેર કરાઈ

2021 ના નવા વર્ષમાં બેન્કોમાં કુલ ૧૬ રજા જાહેર કરવામાં આવી છે. જેમાં 5 રજા રવિવારે આવતી હોવાથી એનો સમાવેશ જાહેર રજાઓ માં આવ્યો નથી.

સરકારી કર્મચારી માટે વર્ષ 2021 નું રજા કેલેન્ડર ડાઉનલોડ કરવા માટે નીચેના બટન પર ક્લિક કરો અને દસ સેકન્ડ રાહ જુઓ એટલે તરત જ તમારું કેલેન્ડર ડાઉનલોડ થઇ જશે

આવાજ આરોગ્યલક્ષી સમાચાર અને માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમને ટેલિગ્રામ અને ફેસબુક પર જરૂર ફોલો કરો.

Sharing

Leave a Comment