નમસ્કાર મિત્રો આ લેખમાં કોરોના રસી ની ભારતમાં શું પરિસ્થિતિ છે, અને તેની સાથે સાથે ગુજરાત અને વિદેશોમાં આ રસી ને લઈને શું તૈયારીઓ ચાલી રહી છે તેમજ આ રસી જ્યારે પણ આવે છે તો ક્યારે અને કોને સૌથી પહેલા આપવામાં આવશે વગેરે તમામ વિગતો આ લેખમાં જોઈશું.
કોરોના રસી ભારત માટે સારા સમાચાર
Serum Institute of India રસીના ઇમર્જન્સી યુઝ માટેની એપ્લિકેશન કરી છે.એ રસીનું જેનું University of Oxford અને Astrazeneca એ બ્રિટિશ ની મોટી ફાર્મા કંપની છે તેમના જોડે કોન્ટ્રાકટ કરેલો છે.જે રસી નું નામ COVISHIELD છે. જો આ રસીનું Approval ગવર્મેન્ટ દ્વારા મળી જાય છે તો ઇમરજન્સી ઉપયોગ માટે સૌથી પહેલા ઉપયોગ 60 વર્ષથી મોટી ઉંમરના લોકો, અથવા તો જેમને મલ્ટી ડિસીઝ અથવા તો જેવો કોરોના થી વધારે ગંભીર અસર પામે તેમ છે તેવા લોકો અને ફ્રન્ટ લાઇન કોરોના વોરીયસ વગેરે માટે ઉપયોગમાં લઇ લઇ શકાશે.

ત્યારબાદ જો fizer રસીની વાત કરીએ તો તેને યુક્રેનમાં ઇમરજન્સીના ઉપયોગ માટે approval મળી ગયું છે. Pfizer એ American multinational pharmaceutical કંપની છે.૧૦મી ડિસેમ્બરે ખ્યાલ પડશે કે આ રસીને યુનાઈટેડ સ્ટેટ (United State) માં approval મળશે કે નહીં. Pfizer એ ભારતમાં પણ ઇમર્જન્સી ના ઉપયોગ માટે અરજી કરી દીધી છે.fizer (ફાઈઝર) દ્વારા 2 એપ્લિકેશન કરવામાં આવી છે. પહેલી એપ્લિકેશન ઇમર્જન્સી ઉપયોગ માટે કરવામાં આવી છે.
બીજી એપ્લિકેશન તમે જો કોરોના અપડેટ વિશે જાણતા હશો તો તમને ખ્યાલ છે કે ફાઈઝર રસીના ક્લિનિકલ ટેસ્ટ ભારતમાંથી થયા નથી તો આ ક્લિનિકલ ટેસ્ટ વગર તેમને ભારતમાં ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવે તેવા પ્રકારની બે એપ્લિકેશન કરી છે.કારણ કે બીજા ઘણા દેશોએ રસી ના ક્લિનિકલ ટ્રાયલ વગર મંજૂરી આપી છે.
હવે મોટો સવાલ એ છે રસી બની જશે, મંજૂરી પણ કદાચ મળી જશે આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પછીનો મોટો પડાવે છે ટ્રાન્સપોર્ટેશન આ તમામ રચીને સાવચેતીપૂર્વક કેવી રીતે એક દેશમાંથી બીજા દેશમાં અથવા તો એક સ્થળેથી બીજા સ્થળે સાવચેતીપૂર્વક સામાન્ય લોકોના ઉપયોગ માટે પરિવહન કરી શકાશે.
ભારતની વાત કરીએ તો દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટ રસી ના પરિવહન માટે રેડી કરી દેવામાં આવ્યા છે. અને તેમની માટેની જે બેઝિક વ્યવસ્થા હોય વાહન અથવા તો કોલ્ડસ્ટોરેજ ની તે પણ કરી રાખવામાં આવી છે.
રશિયાના મોસ્કો માં માસ વેક્સિનેશન પણ શરૂ થઈ ગયું છે.અત્યારે ત્યાં હેલ્થ કેર વર્કર, ટીચર અને જે ફ્રન્ટલાઈન વોરિયર અને કોરોનાથી સંભવિત high-risk માં આવે છે તેમના માટે શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના રસી માટે શું વ્યવસ્થા છે?
કોરોના ની આવનાર કોરોનાની વેક્સિન ને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં આવેલ રીઝનલ વેક્સીન કોલ્ડ સ્ટોરેજ માં 20 થી 25 lakh ડોઝ રાખી શકાય તેવી કેપિસિટી છે.

અમદાવાદના રીઝનલ વેક્સીન કોલ્ડ સ્ટોરેજ માં વેક્સિન રાખવામાં માટેના ડીપ-ફ્રીજ પણ PHC પર પહોંચાડવામાં આવ્યા છે. તેમજ નવા 50 આઈ એલ આર ફ્રીઝ રીઝનલ વેક્સીન કોલ્ડ સ્ટોરેજ પર લાવવામાં આવ્યા છે.

અમદાવાદના ગ્રામ્ય PHC પર વેક્સિંન રાખવા માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ડીપ-ફ્રીજ પણ PHC પર પહોંચાડવામાં આવ્યા છે. જેથી પી.એચ.સી ની મુલાકાત અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મહેશ બાબુ લીધી છે તેમના દ્વારા આ અંગેની માહિતી મેળવી જરૂરી સુચના આપવામાં આવ્યું છે
કોરોના ની રસી સૌથી પહેલા કોને આપવામાં આવશે?

કોરોના ની રસી આપવા માટેનું લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારનું અંદાજીત ૨.૭૫ લાખ લોકોનું લિસ્ટ તૈયાર કરાયુ છે. વેક્સિન આવશે ત્યારે જે લિસ્ટ તૈયાર કરાયું છે તે ૨.૭૫ લાખ લોકોને પહેલાં રસી આપવામાં આવશે. જેમાં ૭૫૦૦ હેલ્થ વર્કર ની યાદી પણ તૈયાર કરી લેવાય છે.
સરકારી અને ખાનગી હેલ્થ વર્કરને યાદીમાં સમાવેશ કરાયો છે. લોકોના સીધા સંપર્કમાં આવતાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ફ્રન્ટલાઈન ની યાદી નો પણ સમાવેશ થાય છે. ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી સૂચના પ્રમાણે ૫૦થી વધુ ઉંમરની વ્યક્તિઓ અને ૫૦ વર્ષથી નીચેની વ્યક્તિઓ કે જેવો અન્ય રોગ ધરાવતા હોય તેમનો ડેટાબેઝ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે.
આ ડેટાબેઝ તૈયાર કરવા માટે 10 થી 13 ડિસેમ્બરના રોજ મતદાન મથકના વિસ્તાર મુજબ વિવિધ ટીમો દ્વારા house to house સર્વે કરી વ્યક્તિની ઉંમર થી લઇ તેનો મોબાઈલ નંબર,રોગની વિગત જેવી વિવિધ યાદી તૈયાર કરવામાં આવી છે.
આશા છે કોરોના ની રસી વિશેની ઘણી બધી મહત્વપૂર્ણ વાતો વિશે તમને જાણવા મળ્યું હશે. જ્યાં સુધી રસી ના આવે ત્યાં સુધી માસ્ક જ વેક્સિન છે તો માફ માસ્ક પહેરો અને સાથે સેનીટાઇઝર ને પણ રાખજો. જો તમને આ મારા લેખ પસંદ આવતા હોય તો અમને facebook / ટેલિગ્રામ અને અમારે વેબસાઇટ પર ફોલો કરવાનું ભુલશો નહિ ફરી મળીશું આવા જ આરોગ્ય વિષયક માહિતી સાથે.