આરોગ્ય કર્મી પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો

પ્રાપ્ત વિગત અનુસાર હાલમાં ચાલુ કોવિડ રસીકરણ અભિયાનમાં સરકારશ્રી અને તાલુકા હેલ્થ ઓફીસર શંખેશ્વર ના આદેશ અન્વયે જાહેર રજા રવીવાર ના દિવસે રાધે શોપીંગ સેન્ટર સામે પરમાર ભવન પાસે કોવિડ વેકસીનેશન કામગીરી માટે આયોજન મુજબ કામગીરી કરવામાં આવી રહેલ હતી

તે દરમ્યાન ૧૧.૩૦ કલાકે ત્યાં ના ચાર પાંચ અસામાજીક તત્વો દ્વારા રસીકરણ કાર્યમાં વિક્ષેપ ઊભો કરવામાં આવ્યો.એ સિવાય ત્યાં હાજર સ્ત્રી આરોગ્ય કર્મચારી સાથે ખરાબ ભાષામાં બોલાચાલી કરવામાં આવેલ હતી તેમજ શ્રી જયદીપસિંહ કે ચાવડા ઉપર જાનલેવા હુમલો કરવામાં આવેલ તેવી વિગતો મળેલ છે.

health team Patanmphwfhw

આ ઘટનાનો ખુબજ ગંભીર પ્રતિસાદ ગુજરાત આરોગ્ય કર્મચારી તેમજ આરોગ્ય કર્મચારી મહાસંઘ ઉપર પડેલ જેથી તમામ ગુજરાતના આરોગ્ય કર્મચારી દ્વારા આ ઘટનાને વખોડી કાઢેલ છે.

ચાર થી પાંચ અસામાજીક તત્વો ના નામે પોલીસ ફરીયાદ કરવામાં આવેલ તેમના ઉપરોકત બાબત ને આરોગ્ય કર્મચારી મહાસંઘ ના તમામ કર્મચારી ઓ સખત વિરોધ કરવામાં આવેલ અને જ્યાં સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે અને આરોગ્ય કર્મચારી ને ન્યાય ન મળે ત્યાં સુધી તમામ કર્મચારીઓ પોતાના ફરજ પર હાજર નહીં થાય તેવી રજૂઆત પણ કરે છે

shankheshwar police station

અને સાથે અસામાજીક તત્વો સામે ૨૪ કલાકમાં ધરપકડ સાથે કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગણી કરીએ છીએ જેથી કરી ભવિષ્યમાં બીજા અન્ય કર્મચારી ઉપર આવી કોઇ ઘટના નું પુનરાવર્તન ફરી ના થાય તે માટે આ અસામાજી તત્વો સામે ૨૪ કલાકમાં પોલીસ વિભાગ અને વહીવટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે .

ગુજરાત આરોગ્ય ટીમ માટે સતત કાર્યરત અને તેમના હિત માટે તેમજ આપના સુધી આરોગ્યલક્ષી મહત્વની માહિતી સૌથી પહેલાં પહોંચાડતું એકમાત્ર પોર્ટલ એટલે GujHealth

આવા જ પ્રકારના આરોગ્ય વિષયક સમાચાર, guideline અને મહત્માવની માહિતી થી અપડેટ રહેવા માટે અમને નીચે આપેલ સોશિયલ હેન્ડલ પર  ફોલો કરવાનું ભૂલશો નહીં

જો તમને આ મારા લેખ પસંદ આવતા હોય તો અમને facebook / ટેલિગ્રામ અને અમારે whatsapp પર ફોલો કરવાનું ભુલશો નહિ ફરી મળીશું આવા જ આરોગ્ય વિષયક માહિતી સાથે.

WhatsApp Join Now
Telegram Join Now
Instagram Join Now
Sharing

Leave a Comment