આરોગ્ય કર્મચારી માટે ઓમિક્રોન માર્ગદર્શિકા | Omicron Guideline For Health Employee

Omicron Guideline For Health Employee | ઓમિક્રોન માર્ગદર્શિકા

હાલ નવો ઓમિક્રોન વાયરસ ખૂબ જ વધી રહ્યો છે, અને તેની ઝડપ જોતા એવું લાગે છે કે આ બીજા વેવ કરતાં પણ વધશે. પરંતુ એક સંતોષકારક  છે કે એકલા સ્પ્રેડ છતાં હજી મૃત્યુઆંક ખૂબ ઓછો છે. .

તેમ છતાં પણ સાવચેતીના ભાગરૂપે સરકાર શ્રી દ્વારા આરોગ્ય કર્મચારીઓ ને આ નવા વાયરસ સામે કેવી રીતે લડવું અને કામગીરી કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

Omicron Guideline For Health Employee

આ માર્ગદર્શિકામાં ઓમિક્રોન સર્વેલન્સની કામગીરી કેવી રીતે કરવી ઓમિક્રોન દર્દી ણને isolation માટે શું નવી માર્ગદર્શિકા છે સાથે જ આઈસોલેશન કરેલ દર્દીઓ માટેની અમુક સૂચનાઓ અને નિયમો જણાવવામાં આવેલ છે

Related : મલેરિયા કૅલેન્ડર 2022

ઓમિક્રોન સર્વેલન્સ માર્ગદર્શિકા

( ૧ ) ગ્રામ્ય કક્ષાએ સરપંચશ્રી , તલાટી કમ મંત્રીશ્રી , ગ્રામ પંચાયતના સભ્યો , તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો , પદાધિકારીશ્રીઓ , કાર્યકર્તાશ્રી દ્વારા ગામમાં આવતા લોકો તથા ગામમાં કોઇને કઇ તકલીફ લાગે તો આરોગ્ય કર્મચારીને જાણ કરે .

( ૨ ) આશા દ્વારા પોતાના વિસ્તારમાં રોજ એક વાર દરેક ધરની વિઝિટ થાય તેવુ સુનિશ્રચિત કરવામાં આવે .

( 3 ) ગ્રામ્ય કક્ષાએથી આવતી માહિતી મુજબ એમ.પી.એચ.ડબલ્યુ / એફ.એચ.ડબલ્યુ દ્વારા પોતાના વિસ્તારમાં તે ધરની મુલાકાત લઇ તાત્કાલીક સેવા આપવી .

( ૪ ) ગ્રામ્ય કક્ષાએથી કોઇ લક્ષણો ધરાવતા લોકોનું સેમ્પલીંગ CHO દ્વારા કરવામાં આવે .

( ૫ ) ગ્રામ્ય કક્ષાએ આવતા જનરલ પ્રેકટીનર સાથે મેડીકલ ઓફીસરશ્રી મિટીંગ કરી , લક્ષણો ધરાવતા લોકોનું લાઇનલીસ્ટ દરરોજ આપવા , તથા ARI – SARI વાળા કેસોની વિગત તાત્કાલીક મેળવવા આયોજન કરવું .

આવા જ પ્રકારના લેટેસ્ટ હેલ્થ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે અમારી એપ્લિકેશનને નીચેના બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરો. 

GujhealthApp

Download Now

ઓમિક્રોન હોમ આઇસોલેશન માર્ગદર્શિકા

( ૧ ) પોઝીટીવ દર્દીને હોમ આઇસોલેશન કરતા સમયે તેઓના હાઇરીસ્ક અને લો રીસ્ક કોન્ટેકટની માહિતી મેળવી RTPCR ટેસ્ટ કરવા

( ૨ ) હોમ આઇસોલેશન માં રહેલ દર્દીના કેરટેકરની માહિતી લઇ મેડીકલ કીટ માં આપેલ ધ્વાઓની વિસ્તૃત વિગત સમજાવવી .

( ૩ ) દર્દીના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરાવી , સેલ્ફ એસેસમેન્ટ કરાવવું .

Related : આરોગ્ય કર્મચારી ને મહેનતાણું ચૂકવવામાં આવશે

હોમ આઇસોલેશન મા રહેલ દર્દીઓનું ફોલોઅપ

( ૧ ) આશા બહેન દ્વારા દરરોજ ઓછામાં ઓછુ એક વાર ધરે જઇ વિઝીટ કરશે . અને એક વાર ફોન કરશે .

( ૨ ) દરરોજ CHO દ્વારા હોમ આઇસોલેશન માં રહેલ દર્દીની વિઝીટ કરી , મેડીકલ તપાસ ( બી.પી. , ઓકસીઝન તથા અન્ય ) કરશે .

( 3 ) આશા બહેન દ્વારા કરેલ વિઝીટ સમયે અથવા તો ફોન દ્વારા સંપર્ક સમયે દર્દીને કઇ તકલીફ લાગે તો આશા બહેન CHO ને જાણ કરશે . CHO તેના ઘરે વિઝીટ કરી , જરૂરીયાત જણાયે RBSK આયુષ મેડીકલ ઓફીસરશ્રી દ્વારા વિઝીટ કરવામાં આવે જરૂરીયાત જણાયે એમ.બી.બી.એસ. મેડીકલ ઓફીસરના પરામર્શ કરી રીફર કરવાના રહેશે .

( ૪ ) હાલની પરિસ્થિતી પરિસ્થિતી મુજબ પ્રાથિમક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફીસરશ્રી દ્વારા હોમ આઇસોલેશન ના દર્દીઓને વિડીયો કોન્ફરન્સ થી કન્સલટન્સી કરવી .

( ૫ ) આશા બહેન , આરોગ્ય કર્મચારી , સી.એચ.ઓ. કે મેડીકલ ઓફીસરશ્રી દ્વારા હોમ આઇસોલેશનમાં રહેલ દર્દીઓને કરેલ કોલની વિગતો રાખવી ( લોકબુક નિભાવવાની રહેશે . )

• સ્કોડઃ

( ૧ ) તાલુકા સુપરવાઇઝર / એમ.પી.એચ.એસ . દ્વારા પોતાના વિસ્તારમાં રહેલ હોમ આઇસોલેશન દર્દીઓને ફોન દ્વારા સંપર્ક કરી આશા બહેન તથા આરોગ્ય કર્મચારી તેઓને આપવાની થતી સેવાઓ આપે છે કે કેમ ? તે બાબતની પૃષ્ટી કરશે .

( ૨ ) જિલ્લા કક્ષાએ હોમ આઇસોલેશન માટે નક્કી કરેલ નોડલ ઓફીસરશ્રીની ટીમ દ્વારા રેન્ડમ ફોન કરી ફોલોઅપ કરશે . ઉપરાંત રાજય કક્ષાએથી વખતો વખત બહાર પડતી માર્ગદર્શીકા મુજબ કામગીરી કરવી ,

આવા જ પ્રકારની લેટેસ્ટ માહિતીથી અપડેટેડ રહેવા માટે અમને ટેલિગ્રામ અને WhatsApp પર ફોલો જરૂર કરો

 

Read More : કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો

WhatsApp Join Now
Telegram Join Now
Instagram Join Now
Sharing

Leave a Comment