કોરોના મૃત્યુ સહાય છેલ્લા બે દિવસ | સહાય માટે જરૂરી ડોક્યુમેન્ટ | COVID Claim Form online

Corona Sahayata Yojana Gujarat And COVID Claim Form online

કોરોના મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારને 50 હજાર રૂપિયાની સહાય આપવી જોઇએ તેવી ભલામણ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી હતી અને તેને લઈને કોર્ટ દ્વારા પણ સરકારને સૂચના આપવામાં આવી છે અને હવે સરકાર આવી રહેલ ચૂંટણીને ધ્યાનમાં લઈને ઝડપથી આ કાર્ય પૂર્ણ કરવા માંગે  છે જેથી  શનિ અને રવિ ની રજા હોવા છતાં તમામ સરકારી કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે આ કામગીરી જલ્દી માં જલ્દી પૂર્ણ કરવામાં આવે

કોરોના મહામારીમાં જે પણ વ્યક્તિઓના સ્વજનના મૃત્યુ થયા છે તો તેમને નીચે જણાવેલ દસ્તાવેજો પુરાવા એકત્ર કરીને પોતાની નજીકની ગ્રામ પંચાયત અથવા તો શહેરી વિસ્તારમાં તાલુકા પંચાયત અથવા તો જિલ્લા સેવા સદનમાં જઈને પોતાની અરજી  વહેલી તકે પહોંચાડવાની રહેશે.અરજી સ્વીકારતા સમયે નીચેની વિગતેના આધાર પુરાવા મેળવવાના રહેશે

જાહેર રજાના દિવસે સરકારી કચેરીઓ ખુલ્લી રાખવા આદેશ

કોરાના  સહાયની કામગીરી માટે સરકારી કર્મચારીઓની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે જાહેર રજામાં શનિ અને રવિ ના દિવસે સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે તેવી સૂચના સરકાર દ્વારા આપવામાં આવી

કુદરતી આફતોના કારણે થતા નુકશાન દરમિયાન અસરગ્રસ્ત લોકોને થવા નુકશાન સહાય ચૂકવવા ના ધોરણોમાં covid 19 ના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિ ના વારસદારોને રૂપિયા ૫૦ હજારની સહાય આપવા ઠરાવ કરવામાં આવેલ છે.

તેમજ covid-19 રાષ્ટ્રીય આફત જાહેર કરી તેના એસડીઆરએફ માં સમાવેશ કરેલ છે તેના નિયત નમૂનાના અરજી  મેળવીને સંપૂર્ણ ચકાસણી કરવા અર્થે ગ્રામ્ય નગરપાલિકા કક્ષાએ અરજી સ્વીકારવા માટે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, નાયબ કમિશનર અને અધિકૃત કરવા નિવાસી અધિકારી કલેક્ટરે હુકમ કર્યો છે.

જેથી આ કામગીરી સમયમર્યાદામાં થાય તે આવશ્યક છે તારીખ 27/11 અને તારીખ 28/11 જાહેર રજાના દિવસોમાં પણ જિલ્લાની કલેકટર કચેરી, મહાનગર પાલિકા કચેરી, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા તિજોરી અધિકારી ની કચેરી, મામલતદાર કચેરીઓ, તાલુકા વિકાસ અધિકારી કચેરી, ચીફ ઓફિસર ની કચેરી, તમામ તાલુકા હેલ્થ ઓફિસર ની કચેરી, તિજોરી કચેરીઓ, ગ્રામ પંચાયત કચેરીઓ શરૂ રહેશે.

કોરોના મૃત્યુ  સહાય માટે જરૂરી ડોક્યુમેન્ટ

  1. નિયત નમૂનાનું અરજી ફોર્મ
  2. અરજદારશ્રીનુ આધારકાર્ડ
  3. મૃત્યુ પામેલ વ્યક્તિનું આધાર કાર્ડ
  4. મૃતકનું મૃત્યુ પ્રમાણપત્ર
  5. સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ , ગાંધીનગરના તા .૨૦ / ૧૧ / ૧ ની વિગતે મૃતકના મૃત્યુન કારણ તરીકે કોવિડ- ૧૯ ( કોરોના ) દર્શાવેલ ફોર્મ – ૪ / ફોર્મ – ૪ એ / RT- PCR મોલેક્યુલર ટેસ્ટ રેપીડ એન્ટીજન ટેસ્ટ
  6. વારસદારનો પેઢીઆંબો
  7. સહાયની રક્મ કોઇ એક વારસદારના નામે ચુકવવા માટેનુ અન્ય વારસોનુ સંમંતી સોગંદનામુ
  8. સહાય મેળવનાર વારસદારની બેંક પાસબૂકની નકલ

COVID Claim Form online

આ યોજનાના ફોર્મ ભરવા માટેની છેલ્લી કોઈ તારીખ આવેલ નથી પરંતુ આ કાર્ય જેટલું વહેલા બને એટલું પૂર્ણ કરવાની તૈયારીમાં સરકાર છે કારણ કે કોર્ટ દ્વારા તેમને હુકમ ફરમાવવામાં આવ્યો છે તો જે પણ સગા સંબંધીઓને સ્વજન કોરોના ના કારણે મૃત્યુ પામ્યો હોય તો તેમણે જલદીમાં જલદી આ યોજનાના ફોર્મ સબમીટ કરાવી દેવા

Sharing

Leave a Comment