SI ની ભરતી માટે અરજી થઇ અને SI Course Scam બહાર આવ્યું યુજીસી દ્વારા 2016માં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે આંબેડકર યુનિવર્સિટીમાં 2018 થી ગેરકાયદેસર કોર્સ ચલાવવામાં આવે છે તેમ છતાં પણ ભાજપ સાથે સંકળાયેલા અને આઇટી કંપની ચલાવનાર દ્વારા પેરામેડિકલ કક્ષાનો કોર્સ ચાલુ રાખવામાં આવ્ચયા.
મંજૂરી ન હતી તેમ છતાં પણ ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ડો.આંબેડકર યુનિવર્સિટી સાથે સંલગ્ન વિવિધ ઇન્સ્ટિટયૂટ ધમધમતા રહ્યા જેમાં ૭૫૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓ SI પૂર્ણ કરી જયારે સરકાર દ્વારા ભરતી જાહેર કરવામાં આવી તો આ ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન આ સંસ્થા દ્વારા જે કોર્સ ચલાવવામાં આવ્યો છે અને આંબેડકર યુનિવર્સિટી સંલગ્ન જે પણ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓએ કોર્સ કરેલ છે એ માન્ય રહેશે નહીં એવું જાહેર થયું
તો અત્યાર સુધી સરકાર શું કરી હતી કેટલા વર્ષોથી આ સંસ્થા ચાલી રહી હતી અને જો તે માન્યતાપ્રાપ્ત ના હોય તો તેમના પર કેમ કોઇ પગલાં લેવામાં આવ્યા એ મોટો સવાલ છે.
SI Course Scam Exposed
અમદાવાદમાં આવેલી NAAC માં A ++ ગ્રેડ પ્રાપ્ત ડૉ .બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં છેલ્લા પાંચેક વર્ષથી ચલાવવામાં આવતા પેરામેડિકલ કક્ષાના ડિપ્લોમા કોર્સ ઇન હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર ‘ ગેરકાયદે ચાલતો હોવાનો પર્થદાફાશ થયો છે . વર્ષ 2018 થી ચાલતા પાંચ વર્ષમાં અંદાજિત 7500 થી વધુ વિદ્યાર્થીઓ આ એક વર્ષનો સર્ટિફિકેટ કોર્સ કરીને નીકળ્યા.
વિદ્યાર્થી દીઠ અંદાજિત રૂ . 15 હજાર શિક્ષણ ફી અને રૂ . 5 હજાર પ્રેક્ટિકલ ફી સહિત કુલ એક વર્ષની રૂ . 20 હજાર ફી વસૂલી . પાંચ વર્ષમાં ડૉ . આંબેડકર યુનિવર્સિટીમાં રૂ .15 કરોડ ભરીને 7500 વિદ્યાર્થીઓ SI (સેનિટરી ઇન્સ્પેક્ટર ) બન્યા , બાદમાં ખબર પડી કે આ કોર્સ તો ગેરકાયદે ચાલતો હતો .
જેમની પોતાની જ ભરતી ગેરકાયદે થયેલી છે તે ડૉ . આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડૉ . અમી ઉપાધ્યાય અને તેની ટોળકીએ પાંચ વર્ષથી આ સમગ્ર કારસ્તાન આચર્યું હોવાનું બહાર આવ્યું છે . ગુજરાતની પહેલી એવી યુનિવર્સિટી છે કે જે પોતે ભણાવતી નથી , પરંતુ પેરામેડિકલ કક્ષાના આ કોર્સ ચલાવવા ભાજપ સાથે સંકળાયેલા અને આઈ.ટી. કંપની ચલાવતા કુલપતિના માનીતાને આ સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ ચલાવવા આપી દીધો , આ ઉપરાંત આ કોર્સમાં જે ફી મળે તેમાં 25 % ભાગીદારી પણ આપી હોવાનું સામે આવ્યું છે .
દર વર્ષે એવરેજ અંદાજિત 1500 જેટલા વિદ્યાર્થીઓ આ એક વર્ષના કોર્સમાં જોડાય છે . ખરેખર આ એક પેરામેડિકલ કક્ષાનો રેગ્યુલર કોર્સ છે પરંતુ આ યુનિવર્સિટીમાં એક્સટર્નલ ચલાવાય છે .