ન્યુમોકોકલ કોંજૂગેટ વેકસીન (PCV Vaccine )
PCV Vaccine : જે બાળક પ્રથમ ડોઝના રસીકરણ એટલે કે OPV-1, Rota-1, fIPV-1, Penta -1 ના ડોઝ માટે ૧.૫ મહીને એટલે કે ૬ અઠવાડિયે આવે છે ફક્ત તે જ બાળકો પ્રથમ ડોઝ PCV-1 માટે એલીજીબલ છે. જો બાળક પ્રથમ ડોઝ માટે મોડું આવે છે અને જો તેને રસીના ૧.૫ મહીને આપવાના થતા કોઈ પણ ડોઝ પ્રાપ્ત થયેલ ન હોઈ તો અન્ય રસીના પ્રથમ ડોઝ એટલે કે OPV-1, Rota-1, fIPV-1, Penta -1 સાથે PCV-1 આપી શકાય. પરંતુ જે બાળકે OPV-1, Rota-1, fIPV-1, Penta -1 લઇ લીધેલ હશે તેને PCV શરુ કરી શકાશે નહી તેની ખાસ કાળજી રાખવી.
all A to Z detail about PCV vaccine
PCV full form
PNEUMOCOCCAL CONJUGATE VACCINE (PCV)
PCV Vaccine (રસી) વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો
સવાલ ૧. ન્યુમોકોકલ રોગ સામે રક્ષણ માટે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ ( UIP ) માં કઈ રસીની શરૂઆત કરવામાં આવી રહી છે ?
ન્યુમોકોકલ રોગ સામે બાળકો ના રક્ષણ માટે UIP મા ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સીન ( PCV ) ની શરૂઆત થઇ રહી છે .
સવાલ ૨. ન્યુમોકોકલ રોગ શું છે ?
ન્યુમોકોકલ રોગ એ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીએ ( ન્યુમોકોકસ તરીકે પણ ઓળખાય છે – PCV Vaccine) નામના જીવાણુ દ્વારા થનાર રોગ ના સમૂહ નું નામ છે . ન્યુમોકોકસ જીવાણુ શરીરના અલગ – અલગ ભાગોમાં ફેલાઈ ને અનેક પ્રકારના રોગોનું કારણ બની શકે છે . પાંચ વર્ષથી નીચેના બાળકો માં બેક્ટેરિયલ ન્યુમોનિયા નું મુખ્ય કારણ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા છે .
સવાલ ૩. ન્યુમોકોકલ ન્યુમોનિયા શું છે ?
ન્યુમોકોકલ ન્યુમોનિયા એ એક પ્રકારનો તીવ્ર શ્વાસોચ્છવાસ ને લગતો ચેપ છે જે ફેફસામાં બળતરા અને પ્રવાહીના સંચય નું કારણ બને છે . તે શ્વાસ લેવું મુશ્કેલ કરે છે અને ઓક્સિજનના સેવનને મર્યાદિત કરે છે .
ન્યુમોકોકલ ન્યુમોનિયા લક્ષણો
ઉધરસ , છાતીનું અંદર ખેંચાવું , શ્વાસ લેવામાં તકલીફ , તીવ્ર શ્વાસ અને ગળામાં સસણી બોલવી . જો શિશુ ગંભીર રીતે બીમાર હોય તો , તેને ખાવા – પીવામાં તકલીફ રહે છે , તેમને આંચકી આવી શકે છે , બેભાન થઈ શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે .
સવાલ ૪. આપણે ન્યુમોકોકલ રોગ સામે બાળકોનું શા માટે રસીકરણ કરીએ છીએ?
PCV નું રસીકરણ બાળકોમાં ન્યુમોકોકલ રોગો અને તેના દ્વારા થતા મૃત્યુને અટકાવી શકે છે . બે વર્ષથી નાનાં બાળકોમાં ગંભીર ન્યુમોકોકલ રોગનું જોખમ રહે છે પણ એનું સૌથી વધારે જોખમ એક વર્ષથી નાનાં બાળકોમાં હોય છે .
શિશુઓનું રસીકરણ ન કેવળ શિશુની રક્ષા કરશે પણ પેથોજનના પરિભ્રમણ ને ઘટાડીને સમાજના લોકોમાં ન્યુમોકોકલ રોગના જોખમને પણ ઘટાડશે . ન્યુમોકોકલ રોગને અટકાવવા માટે રસીક૨ણ એ એક અગત્યનો ઉપાય છે .
સવાલ ૫. ન્યુમોકોકસથી કયા રોગો થાય છે ?
ન્યુમોકોકલ સંક્રમણના કારણે ગંભીર રોગો જેવા કે મેનિન્જાઇટિસ , સેપ્ટિસીમિયા અને ન્યુમોનિયા સાથે સાથે સાઈનોસાઈટિસ જેવા મંદ પણ વધારે સામાન્ય રોગો પણ થઇ શકે છે .