Stay informed on the current Gujarat District Panchayat Pharmacist Strike with the latest updates and news. Get the latest information on the strike and its impacts here.
સરકારના વિવિધ વિભાગોમાં પગારમાં વિસંગતતા ને પગલે કર્મચારીઓ રોષે ભરાયા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા 121 ફાર્માસિસ્ટોને વર્ષોથી પડતર માંગણીઓ નહીં સંતોષ આવવાના કારણે આંદોલન શરૂ કર્યું છે અને સોમવારે એકને ગોળ બીજાને ખોળ નીતિને કારણે સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો છે
સરકાર માંગણીઓ નહીં સ્વીકારે તો વધુ આક્રમક આંદોલન છેડવાની પણ ચીમકી ઉચ્ચારી છે બનાસકાંઠા ફાર્માસિસ્ટ એસોસિયેશન પ્રમુખ અનિરુદ્ધસિંહ ગઢવી એ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતા 121 ફાર્માસિસ્ટો વર્ષો જૂની પડતર માંગણીઓ નહીં સંતોષ આવવાના કારણે આજે અમે હડતાલ પર ઉતરવાની ફરજ પડી છે
જેના કારણે જિલ્લામાં ઓનલાઇન અને ઓફલાઈન કામગીરી ખોરંભે પડી હતી વેક્સિનની કામગીરી કરવા છતાં માસિક ભથ્થું પણ આપવામાં આવતું નથી અને રૂટીન કામગીરી ચાલુ હોવા છતાં ગાંધીનગરથી પગાર રોકવાનો અન્ય એક આદેશ કરવામાં આવ્યો હતો જેના પગલે ફાર્માસિસ્ટો પ્રત્યે સરકાર ઓરમાયું વર્તન દાખવતી હોવાનું સ્પષ્ટ થયું હતું આ કર્મચારીઓ પાસે વધારાની કામગીરી કરાવવામાં આવતી હોવા છતાં તેનો કોઈ મહેનતાણું પણ ચૂકવવામાં આવતું નથી
આરોગ્ય કર્મચારીની પોતાની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Whatsapp ગ્રુપમાં જોડાવા આ એક ક્લિક કરો