કેન્દ્ર સરકાર તરફથી સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આવવાના છે કેન્દ્ર સરકાર તેના એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને માટે મોંઘવારી ભથ્થુ માં વધારો કરી શકે છે.
- માર્ચ મહિનામાં વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- AICPI શ્રમ મંત્રાલય આંકડા પરથી 4% ટકા ડીએ
- હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને મળી રહ્યું છે 38% ડીએ
- 4% વધારા સાથે મળી શકે છે 42%
કેન્દ્ર સરકાર તરફથી સરકારી કર્મચારીઓને સારા સમાચાર આવી શકે છે,કેન્દ્ર સરકાર તેના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની વિચારણા કરી રહી છે. મોંઘવારી ભથ્થું હાલના 38 ટકાથી વધારીને ૪૨ ટકા થઇ શકે છે સરકાર આ માટે નક્કી કરવામાં આવેલા ફોર્મુલા હેઠળ મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે.
ક્યારથી મળશે નવું DA
મીડિયા રિપોર્ટ અનુસાર હોળી-ધૂળેટીના તહેવાર પહેલા સરકારી કર્મચારીઓને ડીએ વધારાની ભેટ આપી શકે છે સરકાર