હાલ ગુજરાત તેમજ સમગ્ર વિશ્વ પર કોરોના ઓમિકરોન વેરીયંત નું ભય તોળાઈ રહ્યું છે તેની વચ્ચે સુરતના ઘોડદોડ રોડ પર આવેલા સૂર્ય કોમ્પલેક્ષ એક પરિવારના ત્રણ સભ્યો કોરોના સંક્રમિત આવ્યા
આ વિસ્તારને અને કોમ્પલેક્ષ ને કલસ્ટર જાહેર કરવામાં આવ્યો આ સાથે કેસ વધતા શહેરમાંઆરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યો છે સુરત શહેરમાં નવા 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.11 કેસોમાં 8 અઠવા, 2 રાંદેર ઝોનમાં, અને વરાછામાં 1 કેસ નોંધાયો છે.
સતત કેસ વધી રહ્યા હોવાથી સુરત મહાનગરપાલિકા અલર્ટ પર આવી ગયું છે સાથે સાથે વેક્સિનેશન પણ વધારવા માટે કર્મચારીઓને ઘણું પ્રેસર આવી રહ્યું છે. કોરોના કેસ વધી રહ્યા હોવા છતાં આમ નાગરિકો વેક્સિનેશન લેવા માટે તૈયાર નથી. કયા કારણોસર વેક્સિન નથી લઈ રહ્યા તે જ ખ્યાલ નથી આવી રહ્યો આરોગ્ય કર્મચારી ના એટલા કાઉન્સેલિંગ અને સમજાવવા છતાં લોકો વેકેશન લેવા માટે માની રહ્યા નથી. તેમ છતા પણ કોરોનાના આ નવા વેરિએન્ટ ના ભઈના કારણે અમુક અને ગણ્યાગાંઠ્યા લોકો વેક્સિનેશન માટે આગળ આવી રહ્યા છે. તેમ છતા પણ હજી વેક્સિનેશન ની કામગીરી ઘણી જ બાકી દેખાઈ છે.
આવા જ પ્રકારને આરોગ્ય વિષયક માહિતી અપડેટ રહેવા માટે અમને Whatsapp – Telegram – Facebook પર ફોલો કરવાનું ભૂલશો નહીં.