અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લીધા તેઓ અંતિમ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા આ સારવાર દરમિયાન ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું આજે દુખદ નિધન થયું છે ,
ગઇકાલથી તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી અને ભાજપનાં દિગ્ગજ નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા હતા . ભાજપ કાર્યકરો તેમના સ્વાસ્થ્યને લઈને પ્રાર્થનાઓ કરી રહ્યા હતા ત્યારે રવિવારે દુખદ સમાચાર સામે આવ્યા છે . આજે સવારે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા .
તમામ લોકોએ વિચારવું જોઈએ કે જો ધારાસભ્ય ડેન્ગ્યુથી ના બચી શકતા હોય તો સામાન્ય લોકોને ઘણી જ મુશ્કેલી પડી શકે છે માટે મચ્છર અટકાવો. સ્વચ્છ પાણી ના પાત્રો ભરો છો તેને ત્રણ દિવસે સાફ કરો મચ્છરદાની નો ઉપયોગ કરો વગેરે ખાસ મચ્છર અટકાયતી પગલાં લેવા જરૂરી છે