નમસ્કાર હેલ્થ આર્મી જો તમે CHO,આયુષ MO, RBSK MO, MPHW, MPHS છો તો તમારે ટીબી રોગ પર તમારા નોલેજ ચકાસણી માટે Nikshay Setu App પર મૂલ્યાંકન પરીક્ષા આપવાની થશે તો આ લેખ આપને ખૂબ ઉપયોગી થશે જો આ લેખ આપને ગમે તો તમે તમારા બીજા સ્ટાફ જોડે શેર કરવાનું ભૂલશો નહીં
Nikshay Setu App
આ લેખમાં આપણે નિશ્ચય સેતુ એપ્લિકેશન(Nikshay Setu App) ને પ્લે સ્ટોર માંથી કેવી રીતે ડાઉનલોડ કરવી સાથે જ તેમાં તમે કેવી રીતે રજીસ્ટ્રેશન એટલે કે તમારા નામની નોંધણી કરી શકશો અને અલગ-અલગ એસેસમેન્ટ (મૂલ્યાંકન) માં જે પ્રશ્નો પુછાય છે તેની વિશે પણ જોઇશું.
Nikshay Setu App Download Step
1. Nikshay Setu એપ્લિકેશન Play Store પરથી ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા પ્લે સ્ટોર ઓપન કરો
2. પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ સર્ચ બોક્સમાં Nikshay Setu લખો આ એપ્લિકેશન આપની સામે આવી જશે
3. ત્યારબાદ install button જોવા મળશે ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.
Nikshay Setu App Registration Process
4. ઇન્સ્ટોલ થઈ ગયા પછી ઓપન કરો.
5.એપ્લિકેશન ઓપન કર્યા બાદ તમારી ભાષાને પસંદ કરો
6. ભાષા પસંદ કરી લીધા પછી તમારી સામે નોંધણીના અલગ-અલગ વિકલ્પો જોવા મળશે
- નામ
- મોબાઇલ નંબર
- પાસવર્ડ પાસવર્ડ માટે સૌથી પહેલા એબીસીડીનો કોઈપણ એક કેપિટલ અક્ષર, સાથે જ નંબર, સ્પેશ્યલ કેરેક્ટર નો ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે Test@123
- કેડર સિલેક્ટ ત્યારબાદ
- રાજ્ય
- જીલ્લો
- તાલુકો
- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પસંદ કરો
7. ત્યારબાદ આપનું એકાઉન્ટ બનાવો બટન પર ક્લિક કરો આ બટન પર ક્લિક કરો. આપના નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થશે અને આપને નીસે Nikshay Setu App ની હોમ સ્ક્રિન જોવા મળશે જેમાં નીચે તમને અલગ-અલગ બટન જોવા મળશે જેમકે મુખ્ય પેજ, શીખો, મેનેજ, મૂલ્યાંકન, એકાઉન્ટ વગેરે જો તમે ગુજરાતી ભાષા સિવાયની અન્ય ભાષા અંગ્રેજી સિલેક્ટ કરી હોય તો આ નામ અંગ્રેજી અથવા હિન્દી માં હશે.
8. હવે મૂલ્યાંકન એટલે કે પ્રશ્નોત્તરી વિભાગમાં જવા માટે આ બટન માંથી તમારે મૂલ્યાંકન બટન પર ક્લીક કરવાનું છે અને મૂલ્યાંકન બટન પર ક્લિક કર્યા પછી તમને બે ઓપ્શન જોવા મળશે વર્તમાન મૂલ્યાંકનો અને જૂના મૂલ્યાંકન જેમાં વર્તમાન મૂલ્યાંકન પર ક્લિક કરતા તમારુ મૂલ્યાંકન અથવા તો પ્રશ્નોત્તરી ની પ્રક્રિયા શરૂ કરી શકશો
- અલગ-અલગ સ્ટાફના મૂલ્યાંકનો માં અલગ અલગ પ્રશ્ન હોઇ શકે છે કોઈ મા એક પ્રશ્ન તો કોઈમાં દસ પ્રશ્ન જો દસ પ્રશ્નો હોય તો તેમના માટે તમને દસ મિનિટ મળે છે એટલે કે એક પ્રશ્નના જવાબ માટે એક મિનિટ.
- પ્રશ્નો વાંચતા જાવ અને તેમના સાચા જવાબ ના બટન પર ક્લિક કરી નેક્સ્ટ બટન પર ક્લિક કરો
- તમામ પ્રશ્નોના ઉત્તર આપી દીધા પછી સબમિટ બટન જોવા મળે છે જ્યાં તમે તમારા મૂલ્યાંકનણે સબમિટ કરી શકો છો
આવા જ પ્રકારના લેટેસ્ટ હેલ્થ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે અમારી એપ્લિકેશનને નીચેના બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરો.
Nikshay Assessment Question and Answer
1. પલ્મોનરી TB દર્દીના ફોલો – અપ માટે કેટલા નમૂનાઓ મોકલવામાં આવે છે ?
A. 1 B. 2 C.3 D. 0
2. ડ્રગ સંવેદનશીલ TB ( DS – TB ) માટે સારવાર અવધિ ?
A. 2 મહિના B. 4 મહિના C. 6 મહિના D. 8 મહિના
03. ડેઈલી રેજીમેનમાં DS – TB દર્દી માટે આઈપી ( IP ) માં ડોઝની સંખ્યા ?
A. 56 B. 28 C. 42 D. 24
04. ડેઈલી રેજીમેનમાં DS – TB દર્દી માટે આઈપી ( IP ) માં ડોઝની સંખ્યા ?
A. 56 B. 28 C. 42 D. 24
5. જો દર્દી એક દિવસે દવા લેતો નથી , તો દર્દીને સમજાવવા અને તેને ફરીથી સારવાર પર મૂકવામાં કેટલો સમય લાગવો જોઈએ ??
A. 1 દિવસ B. 2 દિવસ C. 7 દિવસ D. તે જ દિવસે
06. જો દર્દીને ઉલટી અથવા ઉબકા જેવી સામાન્ય આડઅસર હોય તો શું સલાહ આપવી ?
A. નાસ્તા પછી દવા લેવાનું કહો
B. દવા બંધ કરો
C. ખાલી પેટ પર દવા લેવાનું કહો
D. કાઇ કરવાની જરૂર નથી
07. TB દર્દીના સંપર્કમાં હોય તેવા 6 મહિનાથી નાના બાળકો માટે શું પગલાં લેવા જોઈએ ?
A. બાળકોમાં TB ના લક્ષણો વિશે પૂછો
B. બાળકોને આઇસોનિયાઝિડ ( isoniazid ) આપો
C. આઇસોનિયાઝિડવાળા બાળકોને ઇન્જેક્શન આપો અને બાળકને તબીબી અધિકારીને પરીક્ષા માટે મોકલો
D. લક્ષણો દેખાવાની રાહ જુઓ
08. TB ના દર્દીના સંપર્કમાં હોય તેવા 6 મહિનાથી ઓછી ઉંમરના બાળકોમાં TB ને રોકવા માટે તમે કેટલા મહિના સુધી ડ્રગ આઇસોનિયાઝિડ ( isoniazid ) આપશો ?
A. 2 મહિના B. 6 મહિના C. 8 મહિના D. 12 મહિના
09. જો દવા શરૂ કર્યા પછી દર્દીમાં કમળાનાં લક્ષણો જોવા મળે તો તમે શું સલાહ આપશો ?
A. દવા ચાલુ રાખો
B. દવા બંધ કરો અને દર્દીને દાકતર પાસ મોકલો
C. દવા બંધ કરો
D. ખાવા પર પ્રતિબંધ
10. પલ્મોનરી TB દર્દીઓના નિદાન માટે કેટલા નમૂનાઓ મોકલવામાં આવે છે ?
A. 1 B. 2 C. 3 D. 4
Nikshay મૂલ્યાંકનના જવાબો
જવાબો : 1 – A | 2 – C | 3 – A | 4 – A | 5 – D | 6 – A | 7 – B | 8 – B | 9 – B | 10 – B
આશા છે મિત્રો આજનો Nikshay Setu App નો આ લેખ આપને પસંદ આવ્યો હશે અને ઉપયોગી પણ થશે જો તમને અમારા લેખ ગમતા હોય તો અમારી એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી શકો છો અને તમારા સ્ટાફ જોડે આ લેખને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળશું આવા આરોગ્ય વિષયક નવા ઇન્ટરેસ્ટિંગ લેખ સાથે.
આવા જ પ્રકારની લેટેસ્ટ માહિતીથી અપડેટેડ રહેવા માટે અમને ટેલિગ્રામ અને WhatsApp પર ફોલો જરૂર કરો