Aasha, MPHW, FHW, Mo, CHO નો Job Chart During Covid

કોરોના ભલે ઓછો થઇ ગયો હોય પરંતુ મહારાષ્ટ્રમાં કોરોના ની બીજી લહેર ની શરૂઆત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, આ ત્રીજી લહેર માં જે સંક્રમિત તો સામે આવી રહ્યા છે તે વાયરસને ડેલ્ટા પ્લસ નામ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં હાલ કુલ 21 ડેલ્ટા પ્લસ વાયરસથી સંક્રમિત સામે આવ્યા છે.  આ 21 કેસોમાંથી ૨ બે કેસોની ટ્રાવેલ હિસ્ટ્રી સુરત છે જેને લઈને અત્યારથી આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે આ કારણોસર તમામ કર્મચારીઓની અત્યારથી જ આરોગ્ય ની ફરજો Job Chart  આ અંગે એક માહિતી રજૂ કરવામાં આવી છે.

વધારે વાંચો : વેક્સિન સર્ટિફિકેટ માં ભૂલ કેવી રીતે સુધારવી

Job Chart of Health Employee

આજના આ લેખમાં આપણે જોઈશુ આશાવર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફીસર અને મેડીકલ ઓફિસરની આ કોરોના મહામારીમાં તેમની ફરજો કઈ છે અને તેઓ કામગીરી કેવી રીતે કરશે

Aasha Job Chart

આશા દ્વારા કરવાની કામગીરી :

  • આશાની ગૃહ મુલાકાત એ પાયાની કામગીરી છે . ગૃહ મુલાકાત દરમ્યાન કોરોનાના શંકાસ્પદ દર્દીઓ શોધાવા.
  • દરેક આશાએ ૧૦૦૦ ની વસ્તી દીઠ કામગીરી કરવાની થાય છે .
  • દરરોજ દરેક આશાએ ૪૦ ઘરની મુલાકાત કરવાની રહેશે .
  • ઘર મુલાકાત દરમ્યાન ઘરના તમામ વ્યક્તિઓની આરોગ્ય તપાસણી કરી આરોગ્ય વિષયક માહિતી આશા દ્વારા લેવાની રહેશે . આ માહિતી સ્થાનિક આશા ફેસીલીટેટર , સ્ત્રી આરોગ્ય કર્મચારી (FHW) અને પુરુષ આરૉગ્ય કર્મચારી (MPHW) ને દૈનિક આપવાની રહેશે .
  • સર્વેલન્સ દરમ્યાન કોઈપણ વ્યક્તિને કોવિડ- ૧૯ ના લક્ષણો ( શરદી , ઉધરસ , તાવ , શ્વાસ લેવામાં તકલીફ , અશક્તિ , ઝાડા – ઉલટી વગેરે ) જણાય તો તુરંત જ સ્ત્રી આરોગ્ય કર્મચારી (FHW), પુરુષ આરૉગ્ય કર્મચારી (MPHW) અને કોમ્યુનીટી હેલ્થ ઓફિસર (CHO) ને જાણ કરવાની રહેશે .
  • આવા શંકારપદ દર્દીના રેપીડ / RTPCR ટેસ્ટ માટે નજીકના સેન્ટર ખાતે મોકલી આપવાની વ્યવસ્થા કરવાની રહેશૈ .
  • કોવિડ –૧૯ પોઝીટીવ દર્દીને પ્રા.આ.કેન્દ્રના મેડીકલ ઓફિસરના માર્ગદર્શન મુજબ હોમ આઈસોલેશન અથવા કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર (CCC) અથવા હોસ્પીટલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવાની રહેશે ,
  • સર્વેલન્સમાં કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટરની કમિટીના સભ્યો તેમજ ગ્રામ સંજીવની સમિતિના સભ્યોની મદદ લેવાની રહેશે ,
  • કોવિડ -૧૯ ના લક્ષણો સિવાય અન્ય કોઈ બિમારી માલુમ પડે તો જરૂરીયાત મુજબ મેડીકલ ઓફિસરશ્રી , સાથે ટેલીમેડિસિનનાં માધ્યમથી સંપર્ક કરી પ્રાથમિક દવાઓ આપવાની રહૅશે ,

વધારે વાંચો : IDSP S form ઓનલાઇન એન્ટ્રી કેવી રીતે કરવી

CHO,MPHW,FHW Job Chart

સ્ત્રી આરોગ્ય કર્મચારી , પુરુષ આરોગ્ય કર્મચારી અને કોમ્યુનીટી હેલ્થ ઓફિસર દ્વારા કરવાની કામગીરી :

  • આશા સાથે ટીમ બનાવી સર્વેલન્સની કામગીરી કરવાની રહેશે.
  • સર્વેલન્સમાં મળેલ માહિતી પ્રા.આ.કેન્દ્ર કક્ષાએ આપવાની રહેશે.
  • કોવિદ- ૧૯ સર્વેલન્સની કામગીરી સાથે અન્ય પ્રોગ્રામની પણ સર્વેલન્સની કામગીરી કરવાની રહેશે.
  • કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટર (CCC) કમિટીના સભ્ય સાથે રહીને કામગીરી કરવાની રહેશે ,
  • કોમ્યુનીટી હેલ્થ ઓફિસર એ સબ સેન્ટર પર સર્વેલન્સમાંથી રીફર કરેલ દર્દીની આરોગ્ય તપાસણી, રેપીડ / RTPCR ટેસ્ટ અને જરૂરી દવાઓ આપવી તેમજ જરૂરીયાત મુજબ દર્દીને ઉપલી કક્ષાએ રીફર કરવાની કામગીરી કરવાની રહશે,
  • સર્વેલસની માહિતી મુજબ મૂલ્યાંકન કરવાનું રહેશે અને હાઈ રિસ્ક / હોટસ્પૉટ એરિયામાં સઘન સર્વેલન્સની કામગીરી કરવાની રહેશે ,
  • હોમ આઈસૌલેશના દર્દી અને કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટરની દૈનિક મુલાકાત અને દાખલ દર્દીની આરોગ્ય તપાસણી કરવાની રહેશે ,

Mo Job Chart

મેડીકલ ઓફિસર ( આયુષ / એમ.બી.બી.એસ , પ્રા.આ.કેન્દ્ર ) દ્વારા કરવાની થતી કામગીરી

  • કોમ્યુનીટી હેલ્થ ઓફિસર દ્વારા રીફર કરેલ દર્દીની આરોગ્ય તપાસણી , ટેસ્ટીંગ અને જરૂરી દવા આપવાની કામગીરી કરવાની રૉશે ,
  • સર્વેલન્સની માહિતીનું મુલ્યાંકન કરી જરૂરી ટીમ હાઈ રિરક , હોટસ્પોટ એરિયા અને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકવાનું પ્લાનિંગ કરવાનું રહેશે ,
  • દૈનિક સર્વેલન્સ ટીમની મુલાકાત લેવાની અને સપોર્ટીવ સુપરવિઝનની કામગીરી કરવાની રહેશે .
  • જિલ્લા સર્વેલન્સ ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરીનું સપોર્ટીવ સુપરવિઝન કરવાનું રહેશે અને રાજ્યકક્ષાએ માહિતી મોકલી આપવાની રહેશે .

અહીં આપને જણાવી દઉં કે ઉપર જણાવેલ આરોગ્ય કર્મચારીઓ માટે નો Job Chart એ કાયમી ના હોય શકે સમયે-સમયે તેમાં બદલાવ થતો રહે છે આજે આપણે અહીં જે ફરજો ની વાતો કરી તે Covid ની પરિસ્થિતિને ધ્યાને લઇને અધિક નિયામકશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ ફરજો છે  જેની નોંધ લેવી.

આશા છે મિત્રો આ લેખ તમને પસંદ આવ્યો હશે, આ લેખથી તમે કંઈક જાણ્યું છે અને તમને ઉપયોગી થયો છે તો તમારા મિત્રો જોડે આ લેખને જરૂર શેર કરો. સાથે જ આરોગ્ય વિશે સૌથી પહેલા માહિતી મેળવવા અમને Facebook / ટેલિગ્રામ અને Whatsapp  ગ્રુપમાં ફોલો કરી શકો છો ફરી મળીશું આવાજ ઉપયોગી લેખ સાથે.

Sharing

Leave a Comment